ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર 8માં આવેલા આલી માતરીયા વિસ્તારના લોકોમાં રોષ

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8ના વિસ્તારમાં લોકોની હાલત કફોડી બની ગઈ છે ત્યારે સેવાશ્રમ રોડ ઉપર આવેલ મયુરી શોરૂમથી આલી માતરીયા તળાવ વિસ્તાર સુધીની એક કિલોમીટરની વરસાદી મોટી કાંસના સ્લેબ ઠેક ઠેકાણે પડી ગયા છે જેમાં એક મહિલાનું પડી ગયા બાદ મોત થયું હતું અને ઘણા લોકો રોજ ખુલ્લી ગટરમાં ખાબકી રહ્યા છે ત્યારે નગરપાલિકાએ મોડે મોડે એક નાનું ગાબડું પૂરવાનું શરૂ કરતાં સ્થાનિકો વિફળ્યા à
02:14 PM Dec 24, 2022 IST | Vipul Pandya
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8ના વિસ્તારમાં લોકોની હાલત કફોડી બની ગઈ છે ત્યારે સેવાશ્રમ રોડ ઉપર આવેલ મયુરી શોરૂમથી આલી માતરીયા તળાવ વિસ્તાર સુધીની એક કિલોમીટરની વરસાદી મોટી કાંસના સ્લેબ ઠેક ઠેકાણે પડી ગયા છે જેમાં એક મહિલાનું પડી ગયા બાદ મોત થયું હતું અને ઘણા લોકો રોજ ખુલ્લી ગટરમાં ખાબકી રહ્યા છે ત્યારે નગરપાલિકાએ મોડે મોડે એક નાનું ગાબડું પૂરવાનું શરૂ કરતાં સ્થાનિકો વિફળ્યા à
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8ના વિસ્તારમાં લોકોની હાલત કફોડી બની ગઈ છે ત્યારે સેવાશ્રમ રોડ ઉપર આવેલ મયુરી શોરૂમથી આલી માતરીયા તળાવ વિસ્તાર સુધીની એક કિલોમીટરની વરસાદી મોટી કાંસના સ્લેબ ઠેક ઠેકાણે પડી ગયા છે જેમાં એક મહિલાનું પડી ગયા બાદ મોત થયું હતું અને ઘણા લોકો રોજ ખુલ્લી ગટરમાં ખાબકી રહ્યા છે ત્યારે નગરપાલિકાએ મોડે મોડે એક નાનું ગાબડું પૂરવાનું શરૂ કરતાં સ્થાનિકો વિફળ્યા હતા અને કામગીરી બંધ કરાવી હતી.
ભરૂચ શહેરમાં હવે વિકાસ ગાંડો થયો છે અને એટલા માટે હવે લોકો પરેશાન થયા છે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં આવેલ અને સેવાશ્રમ રોડ ઉપર હોસ્ટેલ ગ્રાઉન્ડની સામે સેવાશ્રમ હોસ્પિટલની બાજુમાં રહેલી મોટી વરસાદી કાસ નો સ્લેબ ઠેકાણે ધસી પડ્યો છે અને આ ગટર ઉપરથી પસાર થતાં દારૂડિયાઓથી માંડી રાહદારીઓ પણ ખાબકી રહ્યા છે આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટનો પણ અભાવ છે અંધારપટના કારણે વૃદ્ધો પણ ખુલ્લી ગટરોમાં ખાબકી રહ્યા છે ચૂંટણી ટાણે પ્રચારમાં નીકળેલા નેતાઓએ ગટરના સ્લેબ બનાવી આપવાનું આશ્વાસન આપ્યું હતું.
ચૂંટણી પૂર્ણ થઈ ગઈ એટલે તરત જ ભરૂચ નગરપાલિકા દ્વારા અપાયેલા વચનમાં કામ શરૂ કરાયું છે પરંતુ માત્ર આલી માતરીયા તળાવના રહેણાંક વિસ્તારમાં કે જ્યાં લોકો ઘરની બહાર નીકળે એટલે તરત ખુલ્લી ગટરમાં ખાટી જાય તે જગ્યાએ નાનું ઠીગડું લાકડાની અને લોખંડના સળિયા મૂકી સ્લેબ ભરવાનું નાટક શરૂ કરતાં સ્થાનિકો વેફરયા હતા અને વિસ્તારના લોકોને લોલીપોપ આપવાનું જાણે કામ શરૂ કર્યું હોય તેવા આક્ષેપ સાથે સ્થાનિકોએ કામ બંધ કરાવ્યો હતો અને વિસ્તારના લોકોએ એકત્ર થઈ ભરૂચ નગરપાલિકાની હાય હાય નારાથી વાતાવરણ ગજવી મૂક્યુ હતું.
સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લી વરસાદી કાંસોના ઠેક ઠેકાણે સ્લેબ ધસી પડ્યા છે આ કાંસના સ્લેબ ઉપરથી વાહન ચાલકો કે રાહદારીઓ પસાર થાય તો તેઓ સીધા ખાબકે છે એક મહિલાનું તો ગટરમાં ખાબકી જવાના કારણે મોત પણ થયું છે અને રોજના પાંચથી સાત લોકો ગટરમાં ખાબકી રહ્યા છે ત્યારે થીગળા થુગડી કરવી હોય તો અમારે કામ નથી કરાવું તેમ કહી સ્થાનિકોએ રસ્તા ઉપર ઉતરી આવી ભારે હોબાળો મચાવ્યો હતો અને કામ કરવું હોય તો સંપૂર્ણ વરસાદી કાંસની ઉપરનો તમામ સ્લેબની મરામત માટેની માંગ ઉઠાવી હતી.
આ પણ વાંચો - વિરાટ કોહલીને બાંગ્લાદેશના પ્લેયર સાથે થઈ માથાકૂટ, શાકિબે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો, જુઓ Video
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BharuchGujaratGujaratFirstGujaratiNewsPeople
Next Article