Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અંજાર એપીએમસીની ફળ-શાકભાજીની સબ માર્કેટયાર્ડનું નામકરણ કરાયું

સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના વરદ હસ્તે અંજાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત અત્યાધુનિક સુવિધાઓથી સંપન્ન ફળ-શાકભાજી સબ માર્કેટયાર્ડમાં ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી હોલ નું નામકરણ કરવામાં આવ્યું હતું. અંજાર બજાર સમિતિ દ્વારા નવું ફળ-શાકભાજી સબ માર્કેટયાર્ડ રૂ.૪૦ કરોડના ખર્ચે ૧૦ એકર ૧૬ ગુઠા જમીનમાં બનાવવામાં આવ્યું છે. આ અત્યાધુનિક ફળ-શાકભાજી સબ માર્કેટયાર્ડમાં અં
અંજાર એપીએમસીની  ફળ શાકભાજીની સબ માર્કેટયાર્ડનું નામકરણ કરાયું
Advertisement
સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના વરદ હસ્તે અંજાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત અત્યાધુનિક સુવિધાઓથી સંપન્ન ફળ-શાકભાજી સબ માર્કેટયાર્ડમાં ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી હોલ નું નામકરણ કરવામાં આવ્યું હતું. અંજાર બજાર સમિતિ દ્વારા નવું ફળ-શાકભાજી સબ માર્કેટયાર્ડ રૂ.૪૦ કરોડના ખર્ચે ૧૦ એકર ૧૬ ગુઠા જમીનમાં બનાવવામાં આવ્યું છે. 
આ અત્યાધુનિક ફળ-શાકભાજી સબ માર્કેટયાર્ડમાં અંજાર સહિતના અન્ય વિસ્તારમાંથી શાકભાજી, ફળફળાદી વગેરેની મોટા પ્રમાણમાં આવક થશે. આ માર્કેટયાર્ડનો સીધો જ લાભ ખેડૂતોને મળશે. સબ માર્કેટયાર્ડમાં ફરતી પાકી બાઉન્ડ્રી, મીઠા પાણીનો બોર, ૨૦૦ દુકાનો અને ગોડાઉનો, અદ્યતન ૨૫૦૦૦ સ્કે. ફૂટનો વિશાળ ઓક્શન શેડ, પાર્કિંગ માટે આધુનિક બેઝમેન્ટ, સી.સી.રોડ, સોલાર લાઈટ્સ, સીસીટીવી કેમેરા, ટોયલેટ બ્લોક, કેન્ટિન, અદ્યતન વિશાળ મેઈન ગેટ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. 
આ અદ્યતન સબ માર્કેટયાર્ડનું નિર્માણ કુલ રૂ. ૪૦ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકાર તરફથી રૂ. ૫.૬૭ કરોડની સહાય આપવામાં આવી છે. માનનીય રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના વરદ હસ્તે રૂ.૧.૫૦ કરોડનો ચેક બજાર સમિતિને આ કાર્યક્રમ દરમિયાન આપવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારે કચ્છ જિલ્લામાં સૌપ્રથમ રાજ શક્તિ પ્રાકૃતિક ખેતી સહકારી મંડળી લીમીટેડ, મુંગરા, તા- મુંદ્રા કચ્છની નોંધણી કરવામાં આવી છે. જેનું નોંધણીનું પ્રમાણપત્ર રાજ્યમંત્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું. 
આ કાર્યક્રમમાં સરહદ ડેરીના ચેરમેન  વલમજીભાઈ હુંબલ, અંજાર નગરપાલિકાના પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ, અંજાર શહેર નગરપાલિકા ઉપપ્રમુખ બહાદુરસિંહ જાડેજા, અંજાર એપીએમસીના વાઈસ ચેરમેન દુદાભાઈ બરારીયા, અંજાર ખરીદ વેચાણ સંઘના પ્રમુખ વેલાભાઈ જરૂ સહિત સર્વે અગ્રણીઓ  ભરતભાઈ શાહ, ડેનીભાઈ શાહ, મુળજીભાઈ મિયાત્રા, પ્રકાશભાઈ લોદરીયા, ડાયાલાલભાઈ મઢવી,  અશ્વિનભાઈ સોરઠીયા, અનિલભાઈ પંડ્યા, સુરેશભાઈ ટાંક, જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે, અંજાર એસડીએમ મેહુલ દેસાઈ, અંજાર મામલતદાર અફઝલભાઈ મંડોરી, જિલ્લા રજિસ્ટ્રાર ધર્મેશભાઈ ગઢવી, કચ્છ પૂર્વ નાયબ વન સંરક્ષક  ગોવિદસિંહ સરવૈયા, કચ્છ પશ્ચિમ નાયબ વન સંરક્ષક  યુવરાજસિંહ ઝાલા, સામાજિક વનીકરણ નાયબ વન સંરક્ષક હરેશભાઈ મકવાણા સહિતના પદાધિકારીઓ, કાઉન્સિલરઓ, નગરસેવકઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
Advertisement

.

×