કચ્છની દરિયાઇ સીમા પરથી ચરસના વધુ 10 પેકેટ મળ્યા
કચ્છની દરિયાઇ સીમા પરથી ફરી એક વાર ડ્રગ્સના પેકેટ ઝડપાયા છે. સીમા સુરક્ષા દળના જવાનોએ ચરસના 10 પેકેટ ઝડપી લીધા છે. અગાઉ પણ કચ્છની દરિયાઇ સીમા પર ડ્રગ્સના પેકેટ ઝડપાયા હતા, ત્યારે ફરી એક વાર સીમા સુરક્ષા દળના પેટ્રોલિંગ દરમિયાન રવિવારે 10 ચરસના પેકેટ મળી આવ્યા છે. અબડાસા તાલુકાના જખૌ ખાતે આવેલા કરમટા દરિયાઇ વિસ્તારમાંથી દસ ચરસના પેકેટ મળી આવ્યા છે, જેને લઇને સુરક્ષા એજન્સીઓ પણ દોà
Advertisement
કચ્છની દરિયાઇ સીમા પરથી ફરી એક વાર ડ્રગ્સના પેકેટ ઝડપાયા છે. સીમા સુરક્ષા દળના જવાનોએ ચરસના 10 પેકેટ ઝડપી લીધા છે.
અગાઉ પણ કચ્છની દરિયાઇ સીમા પર ડ્રગ્સના પેકેટ ઝડપાયા હતા, ત્યારે ફરી એક વાર સીમા સુરક્ષા દળના પેટ્રોલિંગ દરમિયાન રવિવારે 10 ચરસના પેકેટ મળી આવ્યા છે.
અબડાસા તાલુકાના જખૌ ખાતે આવેલા કરમટા દરિયાઇ વિસ્તારમાંથી દસ ચરસના પેકેટ મળી આવ્યા છે, જેને લઇને સુરક્ષા એજન્સીઓ પણ દોડતી થઇ ગઇ છે.
ઉલ્લેખનીય છે કે 20 તારીખથી અત્યાર સુધી ચરસના 1516 પેકેટ કબજે કરાયા છે. રવિવારે જે પેકેટો મળી આવ્યા છે તે કોબ્રા બ્રાન્ડ kohinoor basmati rice બોરીમાં લખેલું છે. ડ્રગ્સના પેકેટ કોણે ફેંક્યા હતા તે સહિતના મુદ્દે હાલ તપાસ કરાઇ રહી છે.


