Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જખૌ નજીક ફરી એક વાર ડ્રગ્સના 49 પેકેટ મળ્યા

કચ્છના દરીયાળી જળ સીમા વિસ્તાર જખૌમાંથી ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. બીએસએફ અને જખૌ પોલીસે ફરી એક વાર ડ્રગ્સના 49 પેકેટ કબજે કર્યા છે. છેલ્લા ઘણા સમયથી કચ્છના દરીયા કિનારા પરથી ડ્રગ્સના પેકેટ મળી રહ્યા છે ત્યારે પોલીસ અને બીએસએફના સંયુકત પેટ્રોલીંગમાં ફરી વાર ડ્રગ્સ પકડાયું છે. જાણવા મળતી વિગતો મુજબ,નવા બ્રાન્ડના 49 પેકેટ કબ્જે કરવામાં આવ્યા છે. પાકિસ્તાની શખ્સોએ ભà
જખૌ નજીક ફરી એક વાર ડ્રગ્સના 49 પેકેટ મળ્યા
Advertisement
કચ્છના દરીયાળી જળ સીમા વિસ્તાર જખૌમાંથી ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. બીએસએફ અને જખૌ પોલીસે ફરી એક વાર ડ્રગ્સના 49 પેકેટ કબજે કર્યા છે. 
છેલ્લા ઘણા સમયથી કચ્છના દરીયા કિનારા પરથી ડ્રગ્સના પેકેટ મળી રહ્યા છે ત્યારે પોલીસ અને બીએસએફના સંયુકત પેટ્રોલીંગમાં ફરી વાર ડ્રગ્સ પકડાયું છે. જાણવા મળતી વિગતો મુજબ,નવા બ્રાન્ડના 49 પેકેટ કબ્જે કરવામાં આવ્યા છે. પાકિસ્તાની શખ્સોએ ભારતીય કોસ્ટગાર્ડને જોઈને દરિયામાં પેકેટ ફેંક્યા હોવાનું જાણવા મળે છે. હાલ આ બનાવમાં જુદી જુદી એજન્સીઓ તપાસ કરી રહી છે. 
ઉલ્લેખનીય એ છે કે વખતો વખત દરિયાઈ વિસ્તારમાં ચરસના પેકેટ મળી આવ્યા છે ત્યારે આ દિશામાં તલસ્પર્શી તપાસ થાય તે જરૂરી બન્યું છે. કચ્છનો દરિયો ડ્રગ્સ માફિયાઓ માટે જાણે મોકળું મેદાન બની ગયું છે તે પણ એક હકીકત છે .
Tags :
Advertisement

.

×