Vadodara : નકલી જન્મ પ્રમાણપત્રનો પર્દાફાશ, 3000 માં બને છે નકલી જન્મ પ્રમાણપત્ર
વડોદરા શહેરમાં વધુ એક બોગસ જન્મનો દાખલો ઝડપાયો હતો. વોર્ડ નં.19 ની કચેરીમાં આધારકાર્ડની કામગીરી દરમ્યાન બોગસ પ્રમાણપત્ર ઝડપાયું હતું.
05:29 PM Jun 20, 2025 IST
|
Vishal Khamar
વડોદરા શહેરમાં વધુ એક બોગસ જન્મનો દાખલો ઝડપાયો હતો. વોર્ડ નં.19 ની કચેરીમાં આધારકાર્ડની કામગીરી દરમ્યાન બોગસ પ્રમાણપત્ર ઝડપાયું હતું. છેલ્લા 2 મહિનામાં 5 બોગસ પ્રમાણપત્ર મળી આવ્યા છે. પરિવાર 3000 રૂપિયામાં જન્મનું બોગસ પ્રમાણપત્ર બનાવ્યું હતું. જયપુરના પરિવારે વડોદરામાં જમનાબાઈ હોસ્પિટલના નામે જન્મનું પ્રમાણપત્ર બનાવ્યું હતું. મકરપુરા જીઆઈડીસી પોસ્ટ ઓફીસમાંથી નકલી પ્રમાણપત્ર બનાવડાવ્યું હતું. પોલીસે વોર્ડ ઓફીસ પહોંચી પરિવારની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
Next Article