રાજકોટમાં વધુ એક ભાજપના નેતાનો લેટર બોમ્બ!
Rajkot : રાજકોટમાં વધુ એક વખત રાજકીય ગરમાવો સર્જાયો છે, કારણ કે જિલ્લા પ્રભારી ધવલ દવે સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે એક લેટર વાયરલ થયો છે.
05:20 PM Jan 29, 2025 IST
|
Hardik Shah
- રાજકોટમાં વધુ એક ભાજપના નેતાનો લેટર બોમ્બ!
- રાજકોટ જિ.પ્રભારી સામે આક્ષેપ કરતો લેટર
- ધવલ દવે સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતો લેટર વાયરલ
- જવાબદારીનો દુરુપયોગ કરતા હોવાનો આરોપ
- લોધિકા સંઘના ચેરમેન પદ માટે વહીવટ થયાના આક્ષેપ
- ચેરમેન પદ માટે પણ કરોડોનો વહીવટ કર્યાનો દાવો
Rajkot : રાજકોટમાં વધુ એક વખત રાજકીય ગરમાવો સર્જાયો છે, કારણ કે જિલ્લા પ્રભારી ધવલ દવે સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે એક લેટર વાયરલ થયો છે. આ લેટરમાં દાવા કરવામાં આવ્યા છે કે ધવલ દવે તેમના પદનો દુરુપયોગ કરી રહ્યા છે અને લોધિકા સંઘના ચેરમેન પદ માટે કરોડો રૂપિયાના વહીવટ થયા છે. વધુમાં, ચેરમેન પદ માટે ગેરરીતિઓ થવાના આરોપો પણ મૂકવામાં આવ્યા છે. આ સમગ્ર મામલાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, અને આક્ષેપો સાથે જોડાયેલા પ્રશ્નો સામે તંત્ર શું પગલા ભરે તે જોવું મહત્વપૂર્ણ બન્યું છે.
Next Article