ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

નૂપુર શર્મા મુદ્દે SCમાં બીજી અરજી, કોર્ટની ટિપ્પણી પાછી ખેંચવાની માગ કરાઇ

નૂપુર શર્માના કેસમાં આજે સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલી ટિપ્પ્ણી મુદ્દે વધુ એક યાચિકા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. જેમાં નૂપુર કેસ મુદ્દે ચીફ  જસ્ટિસ સૂર્યકાંત દ્વારા  કરાયેલી ટિપ્પણી પાછી ખેંચવાની માગ કરાઇ છે. નૂપુર શર્માની અરજી પર આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા અવલોકનો અંગે દેશના મુખ્ય ન્યાયાધીશને એક પત્ર અરજી આપવામાં આવી છે. સામાજિક કાર્યકર્તà
01:30 PM Jul 01, 2022 IST | Vipul Pandya
નૂપુર શર્માના કેસમાં આજે સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલી ટિપ્પ્ણી મુદ્દે વધુ એક યાચિકા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. જેમાં નૂપુર કેસ મુદ્દે ચીફ  જસ્ટિસ સૂર્યકાંત દ્વારા  કરાયેલી ટિપ્પણી પાછી ખેંચવાની માગ કરાઇ છે. નૂપુર શર્માની અરજી પર આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા અવલોકનો અંગે દેશના મુખ્ય ન્યાયાધીશને એક પત્ર અરજી આપવામાં આવી છે. સામાજિક કાર્યકર્તà
નૂપુર શર્માના કેસમાં આજે સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલી ટિપ્પ્ણી મુદ્દે વધુ એક યાચિકા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. જેમાં નૂપુર કેસ મુદ્દે ચીફ  જસ્ટિસ સૂર્યકાંત દ્વારા  કરાયેલી ટિપ્પણી પાછી ખેંચવાની માગ કરાઇ છે. નૂપુર શર્માની અરજી પર આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા અવલોકનો અંગે દેશના મુખ્ય ન્યાયાધીશને એક પત્ર અરજી આપવામાં આવી છે. સામાજિક કાર્યકર્તા અજય ગૌતમે આપેલી અરજીપત્રમાં માગણી કરવામાં આવી છે કે ન્યાયમૂર્તિ સૂર્યકાંત દ્વારા નૂપુર શર્મા વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીને પાછી ખેંચી લેવામાં આવે. આ સિવાય અજય ગૌતમે કહ્યું છે કે નૂપુર શર્માને જીવનું જોખમ છે. તેથી તેમની સામે નોંધાયેલા તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવે.

અરજીમાં કહેવામાં આવેલ મુદ્દા
1- ઉદયપુર હત્યાકાંડ માટે નૂપુર શર્મા જવાબદાર છે.
2- દેશમાં લાગેલી આગ માટે તે જવાબદાર છે.
3- તેણે ટીવી સામે બિનશરતી માફી માંગવી જોઈતી હતી. નૂપુર શર્માએ દેશના ચોક્કસ સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.
5- દેશમાં જે કંઈ પણ થયું તેના માટે નૂપુર શર્મા જ જવાબદાર છે.
6- દિલ્હી પોલીસ નૂપુર શર્માની ધરપકડ કરવામાં નિષ્ફળ ગઇ.
7- દેશભરમાં બની રહેલી ઘટનાઓ માટે તે  જવાબદાર છે.
8-  નૂપુર શર્માના નિવેદને આખા દેશને હચમચાવી દીધો છે.
9- ઉદયપુરમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે નૂપુરનો ગુસ્સો જવાબદાર છે.
ભાજપે પક્ષમાંથી હાંકી કાઢ્યાં હતાં
નૂપુર શર્મા ભાજપની પ્રવક્તા રહી ચૂક્યાં છે. તેણે તાજેતરમાં એક ટીવી ડિબેટમાં વિવાદીત નિવેદન આપ્યું હતું. જેના કારણે ભાજપે તેને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. જોકે, વિવાદ બાદ તેણે માફી પણ માંગી હતી. તેણે એમ પણ કહ્યું કે હું મારા શબ્દો પાછા લઉં છું. કોઈને નારાજ કરવાનો મારો ઈરાદો નહોતો. જો કે નૂપુર વિરુદ્ધ ઘણા રાજ્યોમાં ફોજદારી કેસ નોંધાયા છે. એટલું જ નહીં નૂપુર શર્મા વિવાદે લઇને દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. એટલું જ નહીં, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં તેની સામે કેસ પણ નોંધાયેલા છે. તે જ સમયે, નુપુર શર્માએ તમામ કેસોને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. તે જ સમયે, નૂપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તમામ કેસોને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી, જેને આજે ફગાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે તેમને હાઈકોર્ટમાં જવા માટે કહ્યું છે.
આ પણ વાંચો- વિવાદાસ્પદ નિવેદન આપનારાં નૂપુર શર્માને સુપ્રીમ કોર્ટની ફટકાર
Tags :
GujaratFirst
Next Article