કતારગામમાં અસામાજિક તત્વોની હવે ખેર નથી! MLA વિનુભાઈ મોરડીયાએ જાહેર મંચ પરથી આપી ચેતવણી
Katargam : સુરતમાં આયોજિત સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિના સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહીને કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડીયાએ અસામાજિક તત્વો વિરુદ્ધ આકરા તેવર બતાવ્યા છે. તેમણે જાહેર મંચ પરથી અલ્ટીમેટમ આપતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, કતારગામ વિસ્તારમાં હવે કોઈ પણ ગેંગનું અસ્તિત્વ રહ્યું નથી અને જો હજુ પણ કોઈ ગુંડાગીરી કરતું હોય તો તેની જાણ સીધી તેમને કરવામાં આવે.
Advertisement
- કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડીયાનું અસામાજિક તત્વોને અલ્ટીમેટમ
- સુરતમાં સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિના સમૂહ લગ્નમાં આપ્યું નિવેદન
- કતારગામમાં હવે કોઈ ગેંગ બાકી નથી, હોય તો મને બતાવજો: ધારાસભ્ય
- બહેન-દીકરીઓની સુરક્ષાની જવાબદારી મારીઃ વિનુભાઈ મોરડીયા
- ગમે તેવો વગદાર હશે તો પણ 24 કલાકમાં જેલ ભેગો કરવાની ગેરંટી
Katargam : સુરતમાં આયોજિત સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિના સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહીને કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડીયાએ અસામાજિક તત્વો વિરુદ્ધ આકરા તેવર બતાવ્યા છે. તેમણે જાહેર મંચ પરથી અલ્ટીમેટમ આપતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, કતારગામ વિસ્તારમાં હવે કોઈ પણ ગેંગનું અસ્તિત્વ રહ્યું નથી અને જો હજુ પણ કોઈ ગુંડાગીરી કરતું હોય તો તેની જાણ સીધી તેમને કરવામાં આવે.
બહેન-દીકરીઓની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી સ્વીકારતા ધારાસભ્યએ ગેરંટી આપી હતી કે, ગુનેગાર ગમે તેટલો વગદાર કે પહોંચતો કેમ ન હોય, તેને 24 કલાકની અંદર જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. આમ, વિનુભાઈ મોરડીયાએ પોતાના મતવિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ ડામી દેવા માટે કડક અભિગમ સાથે જનતાને સુરક્ષાનો વિશ્વાસ અપાવ્યો છે.
Advertisement
Advertisement