Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અનુપમા અને અનુજના લગ્નની વિધિઓ શરૂ, જુઓ રોકા સેરેમનીમાં કોણ કોણ સામેલ

રૂપાલી ગાંગુલી સ્ટારર અનુપમા સિરિયલમાં અનુપમા અનુજ કાપડિયા રોકા સેરેમનીનો નવો પ્રોમો સામો આવ્યો છે.ટીવી સીરિયલ અનુપમાના નવા પ્રોમોમાં અનુજ કાપડિયા અને અનુપમાની રોકા સેરેમનીની ઝલક બતાવવામાં આવી છે. ઘણા સમયથી અનુપમા પોતાની ખુશી શોધવા માટે સંઘર્ષ કરી રહી હતી. અનુજ કાપડિયા (ગૌરવ ખન્ના) સાથે લગ્ન કરવાનું સપનું તેના માટે ઘણી મુસીબત લાવ્યું. છેલ્લા એપિસોડમાં, અનુપમાએ સ્પષ્ટપણે કહ્
અનુપમા અને અનુજના લગ્નની વિધિઓ શરૂ  જુઓ રોકા સેરેમનીમાં કોણ કોણ સામેલ
Advertisement
રૂપાલી ગાંગુલી સ્ટારર અનુપમા સિરિયલમાં અનુપમા અનુજ કાપડિયા રોકા સેરેમનીનો નવો પ્રોમો સામો આવ્યો છે.
ટીવી સીરિયલ અનુપમાના નવા પ્રોમોમાં અનુજ કાપડિયા અને અનુપમાની રોકા સેરેમનીની ઝલક બતાવવામાં આવી છે. ઘણા સમયથી અનુપમા પોતાની ખુશી શોધવા માટે સંઘર્ષ કરી રહી હતી. અનુજ કાપડિયા (ગૌરવ ખન્ના) સાથે લગ્ન કરવાનું સપનું તેના માટે ઘણી મુસીબત લાવ્યું. છેલ્લા એપિસોડમાં, અનુપમાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તે તેના જીવનની ખુશીમાં અડચણ નહીં આવવા દે. 

ચાહકો નવો એપિસોડ જોવા માટે ઉત્સુક 
નવા પ્રોમોની વાત કરીએ તો અનુપમા (રુપાલી ગાંગુલી)નાજીવનની ખુશીના પ્રસંગમાં પરિવારના થોડા જ લોકો જોડાયા છે. બા, કાવ્યા અને વનરાજ શાહ ઉજવણીમાંથી ગાયબ છે.અનુજ સાતમા આસમાન પર પહોંચી ગયો. અનુપમાના પ્રોમોમાં અનુજ કાપડિયાની ખુશી સૌથી વધુ જોવા મળી રહી છે. અનુજ કાપડિયા અનુપમા માટે આરતીની થાળી લઈને ઘરના ઉંબરા પર ઊભો છે. બીજી તરફ સમર અને કિંજલની ખુશી પણ સમાતી નથી. બાબુજી અનુજ અને અનુપમાના રોકા સેરેમનીમાં જોવા મળે છે. આ પ્રોમો સામે આવ્યા પછી, અનુપમાના ચાહકો નવો એપિસોડ જોવા માટે ઉત્સુક દેખાઈ રહ્યા છે. આ સાથે, હેશટેગ્સ #MaKiShaadi અને #AnujAnupamaKiShaadi હવે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડીંગમાં છે.
અનુપમા પ્રિક્વલનો પ્રોમો પણ બહાર આવ્યો
રૂપાલી ગાંગુલીની આ સુપરહિટ સિરિયલની પ્રિક્વલ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. મેકર્સ દ્વારા અનુપમા નમસ્તે અમેરિકાનો પ્રોમો પણ રિલીઝ કરવામાં આવ્યો છે. રૂપાલી ગાંગુલીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ શોના પ્રોમોની ઝલક આપી છે. તમને જણાવી દઈએ કે આ શોમાં અનુપમાના જીવન સાથે જોડાયેલી જૂની વાતો બતાવવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.

×