રણબીર કપૂર સાથે ગંગુબાઈ લુકમાં જોવા મળી 'અનુપમા'ની કાવ્યા!
ટીવી શો અનુપમામાં કાવ્યાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી મદાલસા શર્મા, જે ટીઆરપી યાદીમાં ટોપ પર છે, તેણે તાજેતરમાં ગંગુબાઈ કાઠિયાવાડીનો લુકમાં જોવા મળી હતી. મદાલસા શર્માએ આ લુકમાં રણબીર કપૂર સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો છે. 'અનુપમા'ની કાવ્યાને ગંગુબાઈના લુકમાં જોઈને ચાહકો ખૂબ જ પ્રભાવિત થયા હતા અને કોમેન્ટ સેક્શનમાં તેના લૂકના જોરદાર વખાણ કર્યા હતા. અનુપમાની વાર્તામાં આ દિવસોમાà
07:36 AM Jul 13, 2022 IST
|
Vipul Pandya
ટીવી શો અનુપમામાં કાવ્યાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી મદાલસા શર્મા, જે ટીઆરપી યાદીમાં ટોપ પર છે, તેણે તાજેતરમાં ગંગુબાઈ કાઠિયાવાડીનો લુકમાં જોવા મળી હતી. મદાલસા શર્માએ આ લુકમાં રણબીર કપૂર સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો છે. 'અનુપમા'ની કાવ્યાને ગંગુબાઈના લુકમાં જોઈને ચાહકો ખૂબ જ પ્રભાવિત થયા હતા અને કોમેન્ટ સેક્શનમાં તેના લૂકના જોરદાર વખાણ કર્યા હતા. અનુપમાની વાર્તામાં આ દિવસોમાં પાખીની લવસ્ટોરીને લઈને ચાલી રહેલી ગરબડ બતાવવામાં આવી રહી છે. અનુપમાની પુત્રી પાખીને અનુજ કાપડિયાના સંબંધી અધિકા સાથે પ્રેમ થઈ ગયો છે.
ગંગુબાઈ લુકમાં આલિયા કરતાં વધુ સુંદર લાગી કાવ્યા
ઘણા ચાહકોએ તો મદાલસા શર્માને આ લુકમાં આલિયા ભટ્ટ કરતા પણ સારી ગણાવી છે. જણાવી દઈએ કે આલિયા ભટ્ટે આ લુક ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં લીધો હતો અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. રણબીર કપૂર સાથે મદાલસા શર્માના લુકની વાત કરીએ તો ટીવી શો રવિવાર વિથ સ્ટાર પરિવારમાં રણબીર તેની ફિલ્મ 'શમશેરા'ના પ્રમોશન માટે આવ્યો હતો.
આલિયા ભટ્ટના ચાહકોને ઈર્ષા થવા લાગશે!
મદાલસા શર્મા સહિત અન્ય તમામ સ્ટાર્સે પણ રણબીર કપૂર સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો. ટીવી શો અનુપમામાં મદાલસા શર્માનું પાત્ર લાંબા સમયથી નેગેટિવ હતું પરંતુ હવે ધીમે-ધીમે તેને પોઝેટિવ અવતારમાં બતાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. મેકર્સે તાજેતરના એપિસોડમાં કાવ્યાને અનુપમાને ઘણી વખત સપોર્ટ કરતી બતાવી છે.
આ વીકમાં ટીવી શોમાં કયો શો છે ટ્રેન્ડિંગમાં
અનુપમાની સ્ટોરીમાં આ દિવસોમાં પાંખીની લવસ્ટોરીને લઈને ડ્રામા ચાલી રહ્યો છે. અનુપમાની પુત્રી પાખીને અનુજ કાપડિયાના રિલેટિવ અધિક સાથે પ્રેમ થઈ ગયો છે. જોકે અધિક આ રિલેશનશીપમાં માત્ર પાખીનો લાભ લેવા માંગે છે, જ્યારે પાખી તેના સાચા પ્રેમમાં છે. દરમિયાન, વનરાજ અને અનુપમા વચ્ચે ઝઘડો થાય છે કારણ કે બંને આ બાબતને અલગ રીતે હેન્ડલ કરવા માંગે છે.
Next Article