Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અનુપમા: તો શું રૂપાલી ગાંગુલીનો શો બંધ થશે?

રૂપાલી ગાંગુલીના ફેમસ ટીવી શો 'અનુપમા'ના મેકર્સ હાલમાં સિરિયલના ટ્રેકને લઇને વ્યુએર્સના ગુસ્સાનો ભોગ બની રહ્યાં છે. તાજેતરમાં સિરિયલના ટ્રેકમાં ઘણો મસાલો ઉમેરવાનો મેકર્સ પ્રયાસ કરી રહ્યા છે. મેકર્સનો આ પ્રયાસ દર્શકોને પસંદ નથી આવ્યો.'અનુપમા'ના લેટેસ્ટ ટ્વીસ્ટની વાત કરીએ તો આ દિવસોમાં આ શોમાં અનુપમાની વહુ કિંજલની પ્રેગ્નન્સી તરફ સ્ટોરી આગળ વધી  રહી છે. જેના કારણે અનુજ અને અનુàª
અનુપમા  તો શું રૂપાલી ગાંગુલીનો શો બંધ થશે
Advertisement
રૂપાલી ગાંગુલીના ફેમસ ટીવી શો 'અનુપમા'ના મેકર્સ હાલમાં સિરિયલના ટ્રેકને લઇને વ્યુએર્સના ગુસ્સાનો ભોગ બની રહ્યાં છે. તાજેતરમાં સિરિયલના ટ્રેકમાં ઘણો મસાલો ઉમેરવાનો મેકર્સ પ્રયાસ કરી રહ્યા છે. મેકર્સનો આ પ્રયાસ દર્શકોને પસંદ નથી આવ્યો.
'અનુપમા'ના લેટેસ્ટ ટ્વીસ્ટની વાત કરીએ તો આ દિવસોમાં આ શોમાં અનુપમાની વહુ કિંજલની પ્રેગ્નન્સી તરફ સ્ટોરી આગળ વધી  રહી છે. જેના કારણે અનુજ અને અનુપમાના લગ્નને કોઈ અવકાશ નથી. આવી પરિસ્થિતિમાં દર્શકોએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવવાનું શરૂ કરી દીધું છે.

અનુપમાના દર્શકોએ નિર્માતાઓ પર ગુસ્સો વ્યક્ત કર્યો
લોકો હવે રૂપાલી ગાંગુલીના આ સુપરહિટ શોનો બહિષ્કાર કરવાની વાત પણ કરી રહ્યાં છે. અનુપમાના દર્શકોએ નિર્માતાઓ પર ગુસ્સો વ્યક્ત કર્યો છે.અનુપમાને સતત ફોલો કરતા દર્શકો હવે મેકર્સ પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. લોકોને લાગવા માંડ્યું છે કે કિંજલને કારણે અનુપમા અને અનુજના લગ્ન રોકાઇ રહ્યા છે. 
એક યુઝરે ટ્વિટ કર્યું, 'કિંજલ માતા બનવા અને યોગ્ય સલાહ આપવા બદલ અનુપમાનો આભાર માને છે. હવે સમય આવી ગયો છે કે કિંજલ પણ અનુપમાને યોગ્ય નિર્ણય લેવાની સ્વતંત્રતા આપે. ,આ લોકોએ અનુપમા પર શાહ હાઉસમાં રહેવા માટે દબાણ ન કરવું જોઈએ.
અન્ય એક યુઝરે લખ્યું કે, 'અનુપમા, તમે ફક્ત તમારા બોયફ્રેન્ડની વાત સાંભળો.' 
Advertisement

એક વ્યક્તિએ લખ્યું છે કે, 'હું હવે અનુપમા સિરિયલથી એક અઠવાડિયાનો બ્રેક લઈ રહ્યો છું.'
શું અનુપમાનો લેટેસ્ટ ટ્રેક બદલાશે?
અનુપમાનું નિર્માણ રાજન શાહીના પ્રોડક્શન હાઉસ ડારેક્ટર્સકટ હેઠળ કરવામાં આવ્યું છે. રાજન શાહીએ તેમના પ્રોડક્શન હેઠળ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને મન કી આવાઝ પ્રતિજ્ઞા જેવા ફેમસ ટીવી શોનું પણ નિર્માણ કર્યું છે. જ્યારે પણ દર્શકોએ કોઈપણ શોના ટ્રેક વિશે નારાજગી વ્યક્ત કરી છે, ત્યારે રાજન શાહી થોડા દિવસોમાં વાર્તામાં ચેન્જીસ લાવે છે. આવી સ્થિતિમાં જોવાનું એ રહેશે કે શું આ વખતે રાજન શાહી અનુપમાના દર્શકોને સાંભળશે?
Advertisement
Tags :
Advertisement

.

×