Anupam Singh Gehlot: અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે સંભાળ્યો પદભાર
અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરવામાં આવી છે. તેમે સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો છે. વર્ષ 1997 બેચના વરિષ્ઠ IPS અધિકારી અનુપમસિંહ ગેહલોતે અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે.
Advertisement
Anupam Singh Gehlot: અમદાવાદના પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળતાની સાથે જ અનુપમસિંહ ગેહલોતનું ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, ગેહલોત અગાઉ સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહત્વના શહેરોમાં પોલીસ કમિશનર તરીકે પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. તેમની બહોળી અનુભવશીલતા અને વહીવટી કુશળતાને જોતા હવે તેઓ અમદાવાદ શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાની જવાબદારી નિભાવશે. વધુ માહિતી માટે જુઓ આ અહેવાલ..

