Gandhinagar માં CM BhupendraBhai Patel ના હસ્તે નિમણૂક પત્રો એનાયત
Gandhinagar News: ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કૃષિ વિભાગના 415 નવનિયુક્ત ખેતી મદદનીશોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને અપીલને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ અત્યંત સાદગીપૂર્ણ રીતે યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રીએ 21 નવનિયુક્ત યુવાનોને પ્રતીકાત્મક રીતે નિમણૂક પત્રો અર્પણ કર્યા હતા, જ્યારે બાકીના તમામ ઉમેદવારોને ઈ-મેઈલ દ્વારા પત્રો મોકલી દેવાયા હતા. આ અવસરે મુખ્યમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે કૃષિ ક્ષેત્રે જોડાયેલી આ નવી પેઢી રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. વધુમાં, 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'નું નિર્માણ કરવાના સંકલ્પ સાથે યુવાનોને નિષ્ઠાપૂર્વક સેવા આપવા માટે મુખ્યમંત્રીએ આહવાન કર્યું હતું.વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..


