કનિયાડ ગામ પાસે નવી GIDCની મંજૂરી, રાજ્યના શહેરી વિકાસમંત્રીશ્રી હસ્તે ભૂમિ પૂજન
બોટાદ (Botad)જિલ્લામાં નવી GIDCનું કાનીયાડ ગામ પાસે રાજ્ય સરકારના શહેરી વિકાસમંત્રીશ્રી વિનોદ મોરડીયા (Vinod Mordia)દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવ્યું. બોટાદમાં આશરે ૧૦૦ એકર જમીનમાં જી.આઈ.ડી.સીનું નિર્માણ કરવામાં આવશે. આગામી દિવસોમાં આ વિસ્તારમાં નાના-મોટા ઉદ્યોગો આવતા લોકોને રોજગારીની સારી એવી મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. ભૂમિ પૂજનમાં બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલ સહિત ગામના આગેવાનો તેમજ રાજ
03:12 PM Oct 17, 2022 IST
|
Vipul Pandya
બોટાદ (Botad)જિલ્લામાં નવી GIDCનું કાનીયાડ ગામ પાસે રાજ્ય સરકારના શહેરી વિકાસમંત્રીશ્રી વિનોદ મોરડીયા (Vinod Mordia)દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવ્યું. બોટાદમાં આશરે ૧૦૦ એકર જમીનમાં જી.આઈ.ડી.સીનું નિર્માણ કરવામાં આવશે. આગામી દિવસોમાં આ વિસ્તારમાં નાના-મોટા ઉદ્યોગો આવતા લોકોને રોજગારીની સારી એવી મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. ભૂમિ પૂજનમાં બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલ સહિત ગામના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો હાજર રહ્યાં હતા.
રાજ્યના શહેરી વિકાસ મંત્રી હસ્તે ભૂમિ પૂજન
બોટાદ જિલ્લામાં ખેતી બાદ જો કોઈ રોજગારી માટે વ્યવસ્થા હોય તો માત્રને માત્ર હીરા ઉદ્યોગ જેને લઇ બોટાદ જિલ્લામાં નાના મોટા ઉદ્યોગો આવે અને નવી રોજગારીની તકો મળે તેને લઈ બોટાદ જિલ્લાના લોકો દ્વારા અવારનવાર રાજકીય આગેવાનોને રજૂઆત કરવામાં આવતી હતી. જેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા બોટાદ જિલ્લાના બોટાદ તાલુકામાં આવેલ કાનીયાડ ગામ પાસે જીઆઇડીસીની જગ્યા ફાળવતા આજરોજ ગુજરાત રાજ્યના શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડીયાના હસ્તે શાસ્ત્રોક વિધિ સાથે ભૂમિ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું..

બોટાદ જિલ્લાના લોકોને રોજગારીની નવી તકો મળશે
આ પ્રસંગે બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલ તેમજ બોટાદ જિલ્લાના અન્ય રાજકીય આગેવાનો તેમજ સ્થાનિક ગામના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા. તો વિનોદ મોરડીયા દ્વારા આવતા દિવસોમાં બનનાર જીઆઇડીસીને લઇ નાના મોટા ઉદ્યોગો આવશે જેને પગલે બોટાદ જિલ્લાના લોકોને રોજગારીની નવી તકો મળશે. જેને પગલે આગામી દિવસોમાં બોટાદ જીલ્લો એક આગવી ઓળખ ધરાવશે તેવી આશા સાથે મીડિયાને માહિતી આપી હતી.

Next Article