Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Aravalli : પૂર્વ IPS મનોજ નિનામાએ ધારણ કર્યો કેસરિયો

Aravalli : ગુજરાત રાજ્યના વધુ એક નિવૃત્ત આઈપીએસ (Retired IPS) અધિકારી મનોજ નિનામા (Manoj Ninama) સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) માં સામેલ થયા છે. અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં મંત્રી પી.સી. બરંડાની પ્રેરક ઉપસ્થિતિમાં તેમણે કેસરિયો ધારણ કર્યો હતો, જ્યાં મંત્રીએ તેમને પક્ષનો ખેસ (Scarf) પહેરાવી વિધિવત રીતે આવકાર્યા હતા.
Advertisement

Aravalli : ગુજરાત રાજ્યના વધુ એક નિવૃત્ત આઈપીએસ (Retired IPS) અધિકારી મનોજ નિનામા (Manoj Ninama) સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) માં સામેલ થયા છે. અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં મંત્રી પી.સી. બરંડાની પ્રેરક ઉપસ્થિતિમાં તેમણે કેસરિયો ધારણ કર્યો હતો, જ્યાં મંત્રીએ તેમને પક્ષનો ખેસ (Scarf) પહેરાવી વિધિવત રીતે આવકાર્યા હતા. નોંધનીય છે કે, માત્ર બે દિવસ અગાઉ જ તેમનું રાજીનામું (Resignation) મંજૂર કરવામાં આવ્યું હતું, જેના તુરંત બાદ તેઓ સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા છે. રાજકીય વર્તુળોમાં એવી પ્રબળ શક્યતા (Possibility) સેવાઈ રહી છે કે ભાજપ તેમને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Elections) માં મહત્વની જવાબદારી સોંપી મેદાનમાં ઉતારી શકે છે. વહીવટી અનુભવ ધરાવતા અધિકારીના પક્ષમાં જોડાવાથી સંગઠન (Organization) વધુ મજબૂત બનશે તેવી ધારણા રાખવામાં આવી રહી છે.

Tags :
Advertisement

.

×