પટનામાં આર્મીના જવાનની સરાજાહેરમાં ગોળી મારીને હત્યા
બિહારના (Bihar) પટનામાં એક દિવસમાં ગોળી (Firring) મારીને હત્યા (Murder) કરી દેવાની બીજી ઘટના સામે આવી છે. બિહારની રાજધાની પટનામાં કોચિંગમાંથી પરત ફરી રહેલી ધોરણ 9ની વિદ્યાર્થિનીને એક શખ્સે ખુલ્લેઆમ ગોળી મારી દેવાની ઘટના બાદ આર્મીના જવાનને (Army Jawan) ગોળી મારી દેવાની ઘટના બની છે. આ મામલે પોલીસ તપાસ શરૂ કરી દીધી છે.પોલીસના જણાવ્યા પ્રમાણે કંકડબાગ વિસ્તારના જુના બાયપાસ સ્થિત ચંદન ઓટોમોબાઈલ્સ પાસે ગુà
12:28 PM Aug 18, 2022 IST
|
Vipul Pandya
બિહારના (Bihar) પટનામાં એક દિવસમાં ગોળી (Firring) મારીને હત્યા (Murder) કરી દેવાની બીજી ઘટના સામે આવી છે. બિહારની રાજધાની પટનામાં કોચિંગમાંથી પરત ફરી રહેલી ધોરણ 9ની વિદ્યાર્થિનીને એક શખ્સે ખુલ્લેઆમ ગોળી મારી દેવાની ઘટના બાદ આર્મીના જવાનને (Army Jawan) ગોળી મારી દેવાની ઘટના બની છે. આ મામલે પોલીસ તપાસ શરૂ કરી દીધી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે કંકડબાગ વિસ્તારના જુના બાયપાસ સ્થિત ચંદન ઓટોમોબાઈલ્સ પાસે ગુનેગારોએ લૂંટના ઈરાદે તેમને ઘેરી લીધાં અને લૂંટ કરવા લાગ્યા તેમનો વિરોધ કરવા પર આરોપીઓએ બંદૂક કાઢી સેનાના જવાન બબલૂ કુમારની (Bablu Kumar) ગોળી મારી હત્યા કરી દીધી. બબલુ કુમારનું અરૂણાચલ પ્રદેશમાં પોસ્ટીંગ હતું અને રજામાં પોતાના ઘરે આવ્યા હતા.
ઘટના બુધવાર મોડી રાત્રે 3 વાગ્યાની છે. મૂળ રાઘોપુરના ચાંદપુરા ગામના નિવાસી બબલુ કુમાર પાટલીપુત્ર સ્ટેશન તરફ બાઈક લઈને જઈ રહ્યાં હતા. મળતી વિગતો મુજબ બબલુ કુમાર બાઈકની પાછળ બેસ્યા હતા અને બાઈક ચલાવનાર શખ્સ ડરના કારણે ત્યાંથી નાસી ગયો હતો. પોલીસ અધિકારી રવિશંકર સિંહે જણાવ્યું કે, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, લૂંટફાટ સહિત દરેક પાસાઓની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે. જવાનનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવાયો છે.
બાઈકની પાછળ બેસેલા બબલુ કુમારને ગોળી વાગતા જ તેઓ બાઈકમાંથી પડી ગયા. બાઈક ચલાવી રહેલો શખ્સ ડરના લીધે ત્યાંથી આગળ નિકળી ગયો. બાઈક પર તેમને સ્ટેશન મુકવા આવેલો શખ્સ જ્યારે થોડીવાર બાદ પરત આવ્યો તો બબલૂ કુમારનું મોત થઈ ચુક્યું હતું,. જે બાદ તેણે પરિવાર તથા અન્ય લોકોને જાણ કરી.
પુત્રનું એડમિશન કરાવવા રજા પર આવ્યા હતા
મૃતકના પિતા અમરનાથ યાદવે જણાવ્યું કેસ, બબલૂ કુમાર ગુવાહાટીમાં તૈનાત હતા અને પટનામાં પોતાના પુત્રનું સેન્ટ્રલ સ્કુલમાં એડમિશન કરાવવા આવ્યા હતા. મૃતક જવાનનો મૃતદેહ આર્મી ઓફિસ દાનાપુરમાં રાખવામાં આવ્યો છે. પરિવારના જણાવ્યા અનુસાર બબલુ કુમાર પાટલીપુત્રથી ગુવાહાટી માટે રાજધાની એક્સપ્રેસમાં જવા બાઈક પર નિકળ્યા હતા. બાઈક સવાર બે વ્યક્તિ પાછળથી આવી પટના સ્ટેશનનો રસ્તો પુછ્યો હતો.
Next Article