ખાલિસ્તાનની માંગણીને અધિકાર માનતા કેજરીવાલ દેશની સુરક્ષા માટે ખતરારૂપ: સીઆર પાટીલ
એક તરફ ગરમીનો પારો ઉંચો જઇ રહ્યો છે ને બીજી તરફ તેની સાથે સાથે ગુજરાતના રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે. ખાસ કરીને આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને તમામ પાર્ટીઓ તૈયારીઓમાં લાગી છે. તેમાં પણ આ વખતની ગુજરાતની ચૂંટણીઓ ખાસ છે કારણ કે તેમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. આપ પણ ગુજરાતમાં પોતાની જમીન તૈાર કરવા માટે સતત પ્રયાસોમાં લાગેલું છે. જેના ભાગરુપે જ અરવિંદ à
11:58 AM May 01, 2022 IST
|
Vipul Pandya
એક તરફ ગરમીનો પારો ઉંચો જઇ રહ્યો છે ને બીજી તરફ તેની સાથે સાથે ગુજરાતના રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે. ખાસ કરીને આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને તમામ પાર્ટીઓ તૈયારીઓમાં લાગી છે. તેમાં પણ આ વખતની ગુજરાતની ચૂંટણીઓ ખાસ છે કારણ કે તેમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. આપ પણ ગુજરાતમાં પોતાની જમીન તૈાર કરવા માટે સતત પ્રયાસોમાં લાગેલું છે. જેના ભાગરુપે જ અરવિંદ કેજરીવાલ અત્યારે ગુજરાતના પ્રવાસે છે.
અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આદિવાસી નેતા છોટુ વસાવા સાથે ગઠબંધન કર્યુ છે. AAP અને BTP સાથે મળીને આ ચૂંટણી લડશે. ભરુચમાં આદિવાસી સંમેલનમાં સંબોધન વખત કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહાર પણ કર્યા હતા. ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આજે અરવિંદ કેજરીવાલ પર ગંભીર આક્ષેપ કર્યો છે. સીઆર પાટીલે ટ્વિટ કરીને કહ્યું છે કે કેજરીવાલ દેશની સુરક્ષા માટે ખતરારુપ છે.
સીઆર પાટીલે ટ્વિટમાં શું કહ્યું?
સીઆર પાટીલે ટ્વિટ કરીને લખ્યું કે, ‘ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા અને ખાલિસ્તાનની માંગણી કરવી એ બંધારણીય અધિકાર છે એવું માનતા અરવિંદ કેજરીવાલ આ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે.’
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા યોજાયલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરનમિયાન એવી વાત સામે આવી હતી કે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ખાલિસ્તાનને સમર્થન આપે છે. આ વાતને લઇને તેમના જૂના સહયોગી અને પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસે પણ નિવેદન આપ્યું હતું. તે સમયે કેજરીવાલ અને ખાલિસ્તાનનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
કેજરીવાલે આજે પાટીલ પર નિશાન સાધ્યું
ભરુચમાં આજે સભાને સંબોધિત કરતા અરવિંદ કેજરીવાલે ભાજપ તથા સીઆર પાટીલ પર પ્રહાર કર્યો હતો. જેમાં કેજરીવાલે કહ્યું કે ભાજપને ગુજરાતની સાડ છ કરોડની જનતામાંથી એક પ્રદેશ પ્રમુખ ના મળ્યો, તેમણે એક મરાઠીને પ્રમુખ બનાવ્યો. હવે ગુજરાત મહારાષ્ટ્રથી ચાલશે?
Next Article