51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત અંબાજી ગબ્બર પર્વત પર મધ્યરાત્રે ભવ્ય મહાઆરતી યોજાઈ
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશના 51 શકિતપીઠ મા આદ્યશક્તિ તરીકે ઓળખાય છે.શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા દ્વારા અંબાજીમાં ચાલી રહેલા શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત તા.14 મી ફેબ્રુઆરીએ ગબ્બર પર્વત પર મધ્યરાત્રીની મહાઆરતીનું ભવ્ય આયોàª
Advertisement
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશના 51 શકિતપીઠ મા આદ્યશક્તિ તરીકે ઓળખાય છે.શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા દ્વારા અંબાજીમાં ચાલી રહેલા શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત તા.14 મી ફેબ્રુઆરીએ ગબ્બર પર્વત પર મધ્યરાત્રીની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં માઇભક્તો સહભાગી બન્યા હતા અને માં જગદંબાની આરાધનાનો દિવ્ય લ્હાવો પ્રાપ્ત કર્યો હતો.
વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે
શ્રી 51શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત ગબ્બર તળેટી ખાતે યાત્રિકોના મનોરંજન માટે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભારતના સૌથી મોટા લાઈટ & સાઉન્ડ શો દ્વારા ગબ્બર તળેટી ખાતે દરરોજ સાંજે આરતી યોજાઈ રહી છે. ત્યારે 14 મી ફેબ્રુઆરીની મધ્યરાત્રીએ બરાબર બાર વાગ્યે માં અંબાના મૂળ સ્થાનક ગબ્બર પર્વત પર મહાઆરતી યોજાઈ હતી. જેમાં એક સાથે હજારો દીવડા પ્રગટાવવામાં આવતાં સમગ્ર ગબ્બર ગોખ વિસ્તાર ઝગમગી ઉઠ્યો હતો. શંખનાદ, ઘંટનાદ સાથે એકત્રિત માઇભક્તોના સ્વરનાદથી ગબ્બર ગોખ જીવંત થઈ ઉઠ્યો હતો.
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મધ્યરાત્રી મહાઆરતીનો લાભ લીધો
આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.કે.ચૌધરી, ધાનેરા પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ, પાલનપુર પ્રાંત અધિકારીશ્રી પી.સી.દવે સહિતના અધિકારીશ્રીઓ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મધ્યરાત્રી મહાઆરતીનો લાભ લીધો હતો. ગબ્બર ખાતે મા અંબાની અખંડ જ્યોત વર્ષોથી પ્રજજવલીત છે. ગબ્બરની રાત્રી આરતીનો અનેરો આનંદ અલગ જ હોય છે. લોકો દૂર દૂરથી ગબ્બરની રાત્રી આરતી માં ભાગ લેવા ગબ્બર આવે છે અને માતાજીની આરાધના કરે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


