Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

સૂર સામ્રાજ્ઞી Asha Bhosle નું 92 વર્ષની વયે અવસાન

Singer Asha Bhosle passes away : ભારતીય સંગીત જગતમાં (Music Industry) ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે. સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયું છે. કાર્ડિયાક અરેસ્ટ (Cardiac Arrest) અને ફેફસાના ગંભીર ચેપ (Lung Infection) સામે ઝઝૂમ્યા બાદ રવિવારે સવારે તેમની તબિયત વધુ લથડી હતી.
Advertisement

Singer Asha Bhosle passes away : ભારતીય સંગીત જગતમાં (Music Industry) ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે. સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયું છે. કાર્ડિયાક અરેસ્ટ (Cardiac Arrest) અને ફેફસાના ગંભીર ચેપ (Lung Infection) સામે ઝઝૂમ્યા બાદ રવિવારે સવારે તેમની તબિયત વધુ લથડી હતી. જે પછી તેમની ડોક્ટરોની ટીમે પોતાની પૂરી મહેનત કરી પણ તેમ છતા તેઓ તેમને બચાવી ન શક્યા. તેમના નિધનથી સમગ્ર કલા જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પદ્મ વિભૂષણ (Padma Vibhushan) અને દાદાસાહેબ ફાળકે એવોર્ડ (Dadasaheb Phalke Award) જેવા સર્વોચ્ચ સન્માનો મેળવનાર આશાજીએ લતા મંગેશકરના અનુગામી તરીકે સંગીતના વિવિધ પ્રકારોમાં 12,000 થી વધુ ગીતો રેકોર્ડ (Recorded Songs) કરી એક અજોડ રેકોર્ડ સ્થાપ્યો હતો. મધુબાલાથી લઈને કાજોલ સુધીની અનેક પેઢીની અભિનેત્રીઓને અવાજ આપનાર આ ગાયિકાના "ચુરા લિયા હૈ તુમને" અને "દમ મારો દમ" જેવા સદાબહાર ગીતો (Evergreen Hits) આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. 90 વર્ષની વયે પણ કોન્સર્ટ દ્વારા સ્ટેજ ગજવનાર આશાજીનું નિધન એ સૂરના એક સુવર્ણ યુગનો અંત (End of an Era) છે. તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર આવતીકાલે સાંજે 4 વાગ્યે પૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement

.

×