ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પઠાણ ફિલ્મના વિવાદ વચ્ચે આશા પારેખે કરી એન્ટ્રી, કહ્યું- આ બહુ જ ખોટું છે...

દેશમાં શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ (Pathaan) ને લઇને ખૂબ જ વિવાદ થઇ રહ્યો છે. ફિલ્મમાં બેશરમ રંગ ગીતમાં દીપિકાના ભગવા કલર પહેરવાને લઇને વિવાદ થયો છે. જેના પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહી છે. હવે આ વિવાદ વચ્ચે દિગ્ગજ કલાકાર આશા પારેખે એન્ટ્રી કરી છે. તેમણે આ પ્રકારના વિવાદને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે. આ બહુ જ ખોટું છે, ફિલ્મ એ ફિલ્મ છે, જેનો મુખ્ય હેતુ મનોરંજન છે : આશા પારેખબોલિવૂડના કà
08:11 AM Dec 26, 2022 IST | Vipul Pandya
દેશમાં શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ (Pathaan) ને લઇને ખૂબ જ વિવાદ થઇ રહ્યો છે. ફિલ્મમાં બેશરમ રંગ ગીતમાં દીપિકાના ભગવા કલર પહેરવાને લઇને વિવાદ થયો છે. જેના પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહી છે. હવે આ વિવાદ વચ્ચે દિગ્ગજ કલાકાર આશા પારેખે એન્ટ્રી કરી છે. તેમણે આ પ્રકારના વિવાદને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે. આ બહુ જ ખોટું છે, ફિલ્મ એ ફિલ્મ છે, જેનો મુખ્ય હેતુ મનોરંજન છે : આશા પારેખબોલિવૂડના કà
દેશમાં શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ (Pathaan) ને લઇને ખૂબ જ વિવાદ થઇ રહ્યો છે. ફિલ્મમાં બેશરમ રંગ ગીતમાં દીપિકાના ભગવા કલર પહેરવાને લઇને વિવાદ થયો છે. જેના પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહી છે. હવે આ વિવાદ વચ્ચે દિગ્ગજ કલાકાર આશા પારેખે એન્ટ્રી કરી છે. તેમણે આ પ્રકારના વિવાદને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે. 
આ બહુ જ ખોટું છે, ફિલ્મ એ ફિલ્મ છે, જેનો મુખ્ય હેતુ મનોરંજન છે : આશા પારેખ
બોલિવૂડના કિંગ ખાન તરીકે જાણીતા શાહરૂખ ખાન આજકાલ તેની આગામી ફિલ્મ પઠાણનું ખૂબ પ્રમોશન કરી રહ્યા છે. ફિલ્મ રિલીઝ થવામાં માત્ર એક મહિનો બાકી છે અને આવી સ્થિતિમાં ફેન્સ પણ તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મનું ટ્રેલર અને બે ગીતો અત્યાર સુધીમાં રિલીઝ થઈ ચૂક્યા છે. પરંતુ આ વચ્ચે હજું પણ બેશરમ રંગ ગીતમાં દીપિકાના ભગવા રંગના કપડા પર વિવાદ શાંત નથી થઇ રહ્યો. ત્યારે હવે બોલિવૂડના દિગ્ગજ કલાકાર આશા પારેખે આ અંગે દીપિકાને સપોર્ટ કરતા પોતાની પ્રતિક્રિયા આપી છે.
 દીપિકાની ઓરેન્જ બિકીનીના વિવાદ પર તેમણે કહ્યું કે, ફિલ્મનો એક માત્ર હેતુ મનોરંજન છે અને બોલિવૂડ એક સરળ લક્ષ્ય છે. એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આશા પારેખે કહ્યું હતું કે, આ બહુ જ ખોટું છે, ફિલ્મ એ ફિલ્મ છે. જેનો મુખ્ય હેતુ મનોરંજન છે. હવે કોઈ અભિનેત્રીએ ઓરેન્જ રંગ પહેર્યો છે કે પછી નામ કંઈક આવું થઈ ગયું છે, તો તેઓ તેના પર પ્રતિબંધ લગાવી રહ્યા છે? તે સારું નથી લાગતું." જણાવી દઇએ કે, આ વર્ષે સપ્ટેમ્બરમાં આશા પારેખને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે આગળ કહ્યું કે, "બિકીની પર કોઈ હંગામો થયો ન હતો, અહીં તેઓ ઓરેન્જ રંગની બિકીની પર સવાલ ઉઠાવી રહ્યા છે." મને લાગે છે કે આપણું મગજ હવે બંધ થઈ રહ્યું છે. આપણે બહુ નાના મનના બની રહ્યા છીએ, જે ખોટું છે. બોલિવૂડ હંમેશા સોફ્ટ ટાર્ગેટ રહ્યું છે.
પઠાણ ફિલ્મમાં શું છે વિવાદ?
ઉલ્લેખનીય છે કે, પઠાણના ગીત બેશરમ રંગમાં દીપિકા ઓરેન્જ રંગની મોનોકિનીમાં જોવા મળી રહી છે અને શાહરૂખ ખાને ડાર્ક કલરનો શર્ટ પહેર્યો છે. દીપિકાના પોશાકથી રાજકારણીઓમાં રોષ ફેલાયો હતો, જેમણે પઠાણ પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી હતી. બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે, 'તેના પેટમાં લાત મારો, તેનો બિઝનેસ નષ્ટ કરો અને તેની કોઈ ફિલ્મ ક્યારેય ન જુઓ.' રામ કદમ, નરોત્તમ મિશ્રા સહિત અન્ય લોકોએ પણ આ ગીત પર પોતાની ચિંતા વ્યક્ત કરી છે.
'પઠાણ' 25 જાન્યુઆરીએ રિલીઝ થશે
નોંધપાત્ર રીતે, પઠાણ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. પઠાણ એક પૈન ઈન્ડિયા ફિલ્મ છે, જે હિન્દીની સાથે અન્ય દક્ષિણ ભાષાઓમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મમાં દીપિકા અને શાહરૂખ સાથે જ્હોન પણ જોવા મળશે. ફિલ્મમાં જ્હોન અબ્રાહમ વિલન બન્યો છે. થોડા સમય પહેલા આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. આ ફિલ્મમાં હાઈ-ઓક્ટેન એક્શન જોવા મળશે, જેના માટે દરેક લોકો ઉત્સાહિત છે. વેપાર વિશ્લેષકોને આશા છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર મોટો રેકોર્ડ બનાવશે.
આ પણ વાંચો - વિશ્વના 50 મહાન કલાકારોની યાદીમાં શાહરૂખ ખાન, પઠાણની રિલીઝ પહેલા જ મળી મોટી સફળતા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AshaParekhBollwoodcontroversyDeepikaPadukoneGujaratFirstOrangeColorPathaanPathaanFilmshahrukhkhanVeryWrong
Next Article