ખોખરામાં પિતા પુત્રનો ઝઘડો જોઇ રહેલા પાડોશી વૃદ્ધ પર હુમલો
અમદાવાદનાં ખોખરામાં પિતા-પુત્રના ઝઘડાને જોવાની એક વૃદ્ધને સજા મળી છે.પિતા-પુત્રોએ ભેગા મળીને વૃદ્ધને લાકડીઓ વડે હુમલો કરતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે પિતા-પુત્રોની ધરપકડ કરી હતી.ખોખરા પોલીસે આ મામલે નરેન્દ્ર સિંધ અને તેનાં બે પુત્રો ચેતન અને અક્ષયની ધરપકડ કરી છે..ખોખરાના કર્મભૂમિ સોસાયટીમાં રહેતા વૃદ્ધ સુધાકર પાટીલ ઓટલે બેઠા હતા તે દરમિયાન પાડોશી પિતા નરેન્દ્ર àª
Advertisement
અમદાવાદનાં ખોખરામાં પિતા-પુત્રના ઝઘડાને જોવાની એક વૃદ્ધને સજા મળી છે.પિતા-પુત્રોએ ભેગા મળીને વૃદ્ધને લાકડીઓ વડે હુમલો કરતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે પિતા-પુત્રોની ધરપકડ કરી હતી.ખોખરા પોલીસે આ મામલે નરેન્દ્ર સિંધ અને તેનાં બે પુત્રો ચેતન અને અક્ષયની ધરપકડ કરી છે..
ખોખરાના કર્મભૂમિ સોસાયટીમાં રહેતા વૃદ્ધ સુધાકર પાટીલ ઓટલે બેઠા હતા તે દરમિયાન પાડોશી પિતા નરેન્દ્ર અને પુત્ર અક્ષય વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો.જે ઝઘડો ઓટલા પર બેઠા સુધાકર પાટીલ જોઈ રહ્યા હતા,જેથી આરોપી પિતા-પુત્રો ભેગા મળી વૃદ્ધ સુધાકર ઉપર લાકડીઓ વડે ફટકા મારી હુમલો કર્યો અને કહ્યું કે તમે કેમ અમારા ઘરનો ઝઘડો જોવો છો કહી બીભત્સ ગંદી ગાળો બોલી માર માર્યો હતો.પકડાયેલ પિતા-પુત્રોએ પોલીસની પુછપરછમાં કબૂલાત કરી છે કે વૃદ્ધ સુધાકરને પિતા નરેન્દ્ર અને પુત્ર ચેતને હાથ પકડી રાખ્યા અને પુત્ર અક્ષયએ વૃદ્ધના માથા પર લાકડીના ફટકા માર્યા હતા. વૃદ્ધને છોડાવા માટે ઘરમાં રહેલી પુત્રવધુ અને પુત્રી વચ્ચે પડતા પિતા-પુત્રએ બન્નેનું ગળું દબાવી હુમલો કર્યો હતો. ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે હુમલો કરનાર પિતા-પુત્રો દારૂના નશાની હાલતમાં હતા અને બીભત્સ ગાળો બોલી માર મારી ફરાર થઇ ગયા હતા.જોકે પોલીસે ગુનો નોંધી ત્રણેની ધરપકડ કરી દીધી છે. ઝડપાયેલા આરોપીનાં બે પુત્રો ડ્રાઇવર તરીકે નોકરી કરે છે.
Advertisement


