Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Baba Ramdev કંટ્રોલમાં નથી 'Sharbat Jihad' મુદ્દે હાઈકોર્ટની ફટકાર

શરબત જેહાદ વિવાદમાં બાબા રામદેવનો કોર્ટે ઉઘડો લીધો હતો. હાઈકોર્ટે કહ્યું કે, રામદેવ કોઈના વશમાં નથી. તેની દુનિયામાં રહે છે.
baba ramdev કંટ્રોલમાં નથી  sharbat jihad  મુદ્દે હાઈકોર્ટની ફટકાર
Advertisement

સતત વિવાદોમાં રહેતા વેપારી બાબા રામદેવને ફરી એકવાર કોર્ટે બરાબરની ફટકાર લગાવી છે. શરબત જેહાદ વિવાદમાં દિલ્હી હાઈકોર્ટે બાબા રામદેવનો બરાબરનો ઉધડો લઈ લીધો છે.હાઈકોર્ટે કહ્યું કે બાબા રામદેવ કોઈના નિયંત્રણમાં નથી અને પોતાની દુનિયામાં રહે છે.શરબત જેહાદના નિવેદન પર કોર્ટે બાબા રામદેવ સામે આદેશનો તિરસ્કાર કરવાનો દોષી ઠેરવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે અગાઉ રામદેવને હમદર્દના ઉત્પાદનો અંગે કોઈપણ નિવેદન આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. વેપારી બાબા રામદેવ કોર્ટના આદેશની ઘોળીને પી જતાં કોર્ટ લાલઘૂમ થઈ છે. હમદર્દ લેબોરેટરીઝની રૂહ અફ્ઝા બ્રાન્ડ સંદર્ભે ટિપ્પણીથી વિવાદ થયો હતો.કોર્ટમાં બાબા રામદેવ વિરૂદ્ધ અરજી કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement

.

×