ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ઈરફાન ખાનની યાદમાં ભાવુક થઈ ગયો પુત્ર બાબિલ, ફોટો શેર કરીને કહ્યું- મને તમારી સુગંધ યાદ છે મને એ સંવેદના યાદ છે

આજે ઈરફાન ખાનની બીજી પુણ્યતિથિ છે. ઈરફાન ખાનને યાદ કરીને ચાહકોથી લઈને સેલેબ્સ સુધીના દરેક લોકો આજે ખૂબ જ ભાવુક થઈ રહ્યા છે. જ્યારે વાત પિતા પુત્રના સંબંધની હોય તો દરેક બાળક તેના પિતાનો પડછાયો છે. ઇરફાન ખાનની બીજી પુણ્ય તિથિ પર તેમના પુત્ર બાબિલ ખૂબ ભાવુક જણાયો હતો. ઇરફાન ખાન જેટલાં એક ઉમદા અભિનેતા હતાં તેટલાં જ ઉમદા પિતા પણ હતાં. આજના આ ખાસ દિવસે દીકરાએ એક ભાવુક પોસ્ટ શેર કરી છે જે સ
01:04 PM Apr 29, 2022 IST | Vipul Pandya
આજે ઈરફાન ખાનની બીજી પુણ્યતિથિ છે. ઈરફાન ખાનને યાદ કરીને ચાહકોથી લઈને સેલેબ્સ સુધીના દરેક લોકો આજે ખૂબ જ ભાવુક થઈ રહ્યા છે. જ્યારે વાત પિતા પુત્રના સંબંધની હોય તો દરેક બાળક તેના પિતાનો પડછાયો છે. ઇરફાન ખાનની બીજી પુણ્ય તિથિ પર તેમના પુત્ર બાબિલ ખૂબ ભાવુક જણાયો હતો. ઇરફાન ખાન જેટલાં એક ઉમદા અભિનેતા હતાં તેટલાં જ ઉમદા પિતા પણ હતાં. આજના આ ખાસ દિવસે દીકરાએ એક ભાવુક પોસ્ટ શેર કરી છે જે સ
આજે ઈરફાન ખાનની બીજી પુણ્યતિથિ છે. ઈરફાન ખાનને યાદ કરીને ચાહકોથી લઈને સેલેબ્સ સુધીના દરેક લોકો આજે ખૂબ જ ભાવુક થઈ રહ્યા છે. જ્યારે વાત પિતા પુત્રના સંબંધની હોય તો દરેક બાળક તેના પિતાનો પડછાયો છે. ઇરફાન ખાનની બીજી પુણ્ય તિથિ પર તેમના પુત્ર બાબિલ ખૂબ ભાવુક જણાયો હતો. ઇરફાન ખાન જેટલાં એક ઉમદા અભિનેતા હતાં તેટલાં જ ઉમદા પિતા પણ હતાં. આજના આ ખાસ દિવસે દીકરાએ એક ભાવુક પોસ્ટ શેર કરી છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આજે ઈરફાન ખાનને આ દુનિયા છોડીને 2 વર્ષ થઈ ગયા છે. ઈરફાન બોલિવૂડના પ્રતિભાશાળી કલાકારોમાંથી એક હતા. તેમણે હંમેશા પોતાના અભિનયથી દર્શકોના દિલ જીત્યા છે. તેમના મૃત્યુથી કલા જગતને મોટી ખોટ વર્તાઇ છે. ઈરફાનનું મૃત્યુ કેન્સરને કારણે થયું હતું. ઈરફાને આપણને છોડ્યાને 2 વર્ષ થઈ ગયા હશે, પરંતુ તેમની યાદો અને તેના અદભૂત અભિનય હજુ પણ આપણા હૃદયમાં કંડાયેરેલા છે. કહેવાય છે કે જીવનમાં દરેક વ્યક્તિ અને વ્યક્તિત્ત્વની એક અલગ ખુશબુ હોય છે. જે માણસ બધે ફેલાવતો હોય છે, અને વાત જ્યારે એક પિતા પુત્ર વચ્ચેના સંબંધોની હૂંફની શ્વાસની સુગંધની હોય તો તે દુનિયાનો સૌથી આકર્ષક અનુભવ ગણી શકાય. કંઇક આવી જ લાગણી આજે બાબિલે તેના દિવંગત પિતા માટે શેર કરી છે. 

મને તમારી સુગંધ યાદ છે મને એ સંવેદના યાદ છે
આજે ઈરફાનની પુણ્યતિથિ પર તેના પુત્ર બાબિલે પિતાને યાદ કરીને એક ખાસ પોસ્ટ શેર કરી છે. આ સાથે તેણે કેટલીક પંક્તિઓ પણ લખી છે. બાબિલે ઈરફાનનો અનસીન ફોટો શેર કર્યો છે જેમાં તે પત્ની સુતાપા સાથે જોવા મળી રહ્યો છે. બંને કેટલાક લોકો સાથે બોટમાં બેઠા છે. ફોટો શેર કરતાં બાબિલે લખ્યું, 'પ્રિય બાબા હું તમે જે પરફ્યુમનો ઉપયોગ કરતા હતા તે યાદ કરવાનો પ્રયાસ કરું છું જ્યારે આપણે બહાર હતા અને નોર્વેમાં ડાન્સ કરતા હતા. મને તમારી સુગંધ યાદ છે મને એ સંવેદના યાદ છે જ્યારે તમે મારું નસીબ કહેવા માટે મારી હથેળીઓ ખોલાવતા હતા, પરંતુ પછી તમે મારા નસકોરાને બંધ કરતા હતા, તે ખૂબ જ ડરામણું હતું. હું આગળ વધવા તૈયાર નથી અને ક્યારેય બનીશ પણ નહીં.
 
તમે હજી પણ મારા વિચારોમાં શ્વાસ લો
બાબિલે આગળ થોડી પંક્તિઓ લખી, 'તમે અને હું એક વધુ કોસ્મિક છીએ. બધા પણ ના, હું ભાનમાં હતો છતાં ભૂલી ગયો હતો. તમે હજી પણ મારા વિચારોમાં શ્વાસ લો છો, મને યાદ છે કે હું જેના માટે લડ્યો હતો, તમારી મૌનની શોધ. તમારા બેબીલોન દ્વારા લખાયેલ.'બાબિલની આ પોસ્ટ પર ફેન્સથી લઈને સેલેબ્સ પોસ્ટ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ બાબિલને મજબૂત રહેવા સાંત્વના આપી રહ્યું છે.  સાથે જ ફેન્સ પણ કમેન્ટ કરી રહ્યા છે કે , દરેક જણ ઇરફાનને ખૂબ મિસ કરે છે, ભલે તે આપણી વચ્ચે નહોય પરંતુ હીરો તરીકે હંમેશા તેમના હૃદયમાં જીવંત રહેશે.
બાબિલ બોલિવૂડ ડેબ્યૂ
જો કે સારી બાબત છે કે બાબિલ હવે તેના પિતાનું સપનું પૂરું કરી રહ્યો છે અને ટૂંક સમયમાં જ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તે કાલા ફિલ્મમાં જોવા મળશે જેમાં તેની સાથે તૃપ્તિ દિમરી લીડ રોલમાં છે.  આ ફિલ્મનું નિર્માણ ક્લીન સ્લેટ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે, આ પ્રોક્ડકશન હાઉસ અનુષ્કા અને તેના ભાઇનું છે. જો કે થોડા સમય પહેલાં જ અનુષ્કાએ તે છોડી દીધું છે અને હવે તે તેનો ભાઈ જ તેને સંભાળે છે. જોકે, આ ફિલ્મની રિલીઝ ડેટ વિશે કોઈ માહિતી સામે આવી નથી. આ સિવાય બાબિલ વેબ સિરીઝ રેલ્વે મેનમાં પણ જોવા મળશે.
 
Tags :
BabilKhanEntertainmentNewsGujaratFirstIrrfanKhan
Next Article