ફિલ્ડિંગ ખરાબ, કેચ છોડ્યા.. શું આ રીતે જીતી શકશે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ?
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) આવતા મહિને 16 ઓક્ટોબરથી શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે તમામ ટીમો વર્લ્ડ કપને ધ્યાને રાખી પોતાની તૈયારી કરી રહી છે. જ્યારે બીજી તરફ ટીમ ઈન્ડિયા (Team India) ની તૈયારી કેવી છે તેની એક ઝલક ગત રાત્રિ (મંગળવાર) એ રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની મેચથી સ્પષ્ટપણે સમજી શકાય છે. જીહા, ભારતીય ટીમને રવિવારે પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે 4 બોલ બાકી રહેતા ચાર વિકેટથી હારનો સà
Advertisement
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) આવતા મહિને 16 ઓક્ટોબરથી શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે તમામ ટીમો વર્લ્ડ કપને ધ્યાને રાખી પોતાની તૈયારી કરી રહી છે. જ્યારે બીજી તરફ ટીમ ઈન્ડિયા (Team India) ની તૈયારી કેવી છે તેની એક ઝલક ગત રાત્રિ (મંગળવાર) એ રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની મેચથી સ્પષ્ટપણે સમજી શકાય છે. જીહા, ભારતીય ટીમને રવિવારે પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે 4 બોલ બાકી રહેતા ચાર વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ત્રણ મેચની ઘરેલું T20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને મળી હાર
હાર જીત તો મેચમાં રહેવાની જ છે, એક ટીમ જીતે છે તો બીજી ટીમ હારે છે પરંતુ તમે કેવી રીતે જીતો છો અને કેવી રીતે હારો છો તે ઘણુ મહત્વનું બની જાય છે. ગત રાત્રિએ રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચેની મેચમાં ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ 2022 ને ધ્યાને રાખી કેવી તૈયારીઓ છે તેની પોલ ખુલી ગઇ છે. ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ પહેલા તેની જ ધરતી પર એક નવો રેકોર્ડ ધારક હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ઘરેલું T20 શ્રેણીની પ્રથમ મેચ દરમિયાન પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 208 રનનો ખૂબ જ પડકારજનક સ્કોર બનાવ્યો હતો પરંતુ ઓસ્ટ્રેલિયાએ તેને 19.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ દરમિયાન બોલરો સદંતર નિષ્ફળ સાબિત થયા હતા.
ભુવનેશ્વર કુમાર અંતિમ ઓવરોમાં સતત ફેઇલ
ઓસ્ટ્રેલિયાની ટીમ કે જે 5 વિકેટ પડ્યા બાદ આસાનીથી હારી જશે તેવું નજર આવી રહ્યું હતું, પરંતુ ટીમ ઈન્ડિયાની ખરાબ બોલિંગ અને ખરાબ ફિલ્ડિંગે એકવાર ફરી તેની નબળી કડીને ઉજાગર કરી દીધી છે. સૌથી નવાઇની વાત તો એ છે કે, T20 વર્લ્ડ કપ 2022 નજીક છે ત્યારે ટીમ ઈન્ડિયા પાસે જાણે કોઇ એવો પ્રભાવશાળી બોલર જ નથી તેવું દેખાઇ રહ્યું છે. ટીમ ઈન્ડિયાના સૌથી અનુભવી બોલર ભુવનેશ્વર કુમાર અંતિમ ઓવરોમાં સતત ફેઇલ સાબિત થઇ રહ્યા છે. મેચ દરમિયાન એક સમય એવો પણ આવ્યો કે જ્યારે ઓસ્ટ્રેલિયાના તોફાની બેટ્સમેન કેમરોન ગ્રીન LBW હતા પરંતુ ન તો બોલર કે ન તો વિકેટકીપરે અપીલ કરી. જ્યારે રીપ્લે બતાવવામાં આવ્યો ત્યારે સ્પષ્ટપણે દેખાઇ રહ્યું હતું કે બેટ્સમેન આઉટ થઇ શકતો હતો જો ટીમ ઈન્ડિયાએ અપીલ કરી હોત.
એક તક મળી અને કેમેરોન ગ્રીને પાસો પલટ્યો
આ તક મળ્યા બાદ ઓસ્ટ્રેલિયા તરફથી કેમેરોન ગ્રીને 30 બોલમાં 61 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાની જીતનો પાયો ઘડ્યો હતો. જ્યારે મેથ્યુ વેડ અંતમાં 45 રન બનાવી ટીમને જીત અપાવી હતી. વેડ માત્ર 21 બોલમાં આ અણનમ ઇનિંગ રમવામાં સફળ રહ્યો હતો. આ સાથે, ભારત એકમાત્ર એવી ટીમ બની જેણે એક કરતાં વધુ કેલેન્ડર વર્ષમાં પોતાની ધરતી પર કુલ 200 પ્લસ રનનો બચાવ કરી શકી નથી. ભારત આવી પ્રથમ ટીમ બની છે. સાઉથ આફ્રિકા પછી તે બીજી ટીમ છે જે ICCની સંપૂર્ણ સભ્ય હોવા છતાં 200 પ્લસ સ્કોર કર્યા પછી હારનો સામનો કરી રહી છે. દક્ષિણ આફ્રિકાએ 2016માં આવું કર્યું હતું.
રોહિત શર્માએ બોલરો પર ગુસ્સો ઠાલવ્યો
રોહિત શર્માએ મેચ બાદ કહ્યું કે, ભારતીય ટીમે મેદાનમાં મળેલી તકોનો ફાયદો ઉઠાવ્યો નથી અને બોલિંગ પણ નબળી રહી હતી. રોહિતે વધુમાં કહ્યું, 'મને નથી લાગતું કે અમે સારી બોલિંગ કરી. 200નો સ્કોર બચાવ કરવા માટે પૂરતો સમય અમારી પાસે હતો, પરંતુ અમે મેદાન પર મળેલી તકોનો લાભ લઇ શક્યા નથી. રોહિત શર્માએ કહ્યું, 'મને લાગે છે કે અમે સારી બેટિંગ કરી. અમે ક્યાં ખોટું કર્યું અને આગામી મેચમાં અમે શું વધુ સારું કરી શકીએ તે સમજવા માટે અમારા માટે આ સારી મેચ હતી.
હાર્દિક પંડ્યાની તોફાની બેટિંગ
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચમાં ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તોફાની પ્રદર્શન કર્યું હતું. તેણે એટલી ઝડપી બેટિંગ કરી કે દર્શકોના હોશ ઉડી ગયા. પાંચમા ક્રમે ઉતરેલા કુંગ ફુ પંડ્યાએ 236.67ની સ્ટ્રાઈક રેટથી 30 બોલમાં 7 ચોક્કા અને 5 છક્કા સાથે અણનમ 71 રન બનાવ્યા હતા. હાર્દિકની નીડર બેટિંગ જોઈને ઓસ્ટ્રેલિયાના બોલરો પણ દંગ રહી ગયા હતા. પંડ્યાએ 25 બોલમાં પોતાની ફિફ્ટી ફટકારી હતી. આ માટે તેણે 7 ચોક્કા અને 2 છક્કા ફટકાર્યા હતા. પોતાની ફિફ્ટી પૂરી કર્યા બાદ હાર્દિકે છેલ્લી ઓવરમાં કેમેરોન ગ્રીન (Cameron Green)ને ઉડાવી દીધો હતો. છેલ્લી ઓવરના પહેલા બોલ પર હર્ષલ પટેલે પંડ્યાને સ્ટ્રાઈક આપી હતી. બીજો બોલ ખાલી છોડીને પંડ્યાએ ત્રીજા બોલ પર બે રન લીધા. તે પછી તે અટક્યો નહીં.
ચોથા બોલ પર પાવર હિટિંગ બતાવતા હાર્દિકે ડીપ મિડવિકેટ તરફ સિક્સર ફટકારી હતી. લોંગ ઓફ તરફ પાંચમા બોલ પર એક જબરદસ્ત સિક્સર ફટકારી. હવે છેલ્લા બોલને ઉત્સાહી હાર્દિક તેને શાનદાર રીતે પૂર્ણ કરવાના મૂડમાં હતો. તેણે બેટને સ્વિંગ કર્યું અને અપર કટ કર્યો અને ડીપ તરફ એવી સિક્સ ફટકારી કે પ્રેક્ષકોએ તેને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.
Advertisement
ભારતે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ના અણનમ 71 અને ઓપનર કેએલ રાહુલ (KL Rahul) ના 55 રન અને સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ના 46 રનની અડધી સદીને કારણે છ વિકેટે 208 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જે એક પડકારજનક ટાર્ગેટ હતો પરંતુ નબળી ફિલ્ડિંગ, કેચ અને નિર્ણય શક્તિના અભાવના કારણે આ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે.
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ છોડ્યા ઘણા કેચ
ફિન્ચે ટોસ સમયે જ કેમરૂન ગ્રીન સાથે ઇનિંગની શરૂઆત કરવાની વાત કહી હતી. ગ્રીને તેના કેપ્ટનને સહેજ પણ નિરાશ ન કર્યો. ગ્રીન અને સ્મિથ બીજી વિકેટ માટે ઝડપી અડધી સદીની ભાગીદારી રમીને સારા સ્કોર તરફ આગળ વધી રહ્યા હતા. આ દરમિયાન અક્ષય પટેલે આઠમી ઓવરમાં હાર્દિકના બોલ પર ગ્રીનને જીવનદાન આપ્યું હતું, જ્યારે તે 43 રન પર હતો. નવમી ઓવરમાં રાહુલે લોન્ગ ઓફમાંથી દોડતી વખતે ફરી સ્મિથનો કેચ છોડ્યો હતો. બીજા જ બોલ પર, ગ્રીને અક્ષર પટેલની બોલ પર મિડવિકેટમાં સિક્સર ફટકારીને તેની અડધી સદી પૂરી કરી, જે ઓપનર તરીકે તેની પ્રથમ અડધીસદી હતી. બાદમાં અક્ષય પટેલે તેની વિકેટ લીધી હતી.
Advertisement


