Bagdana Case: Surat નો કાફલો Mahua હોસ્પિટલે! 150થી વધુ ગાડીઓ સાથે શક્તિપ્રદર્શન
Bagdana: ગુજરાતના ભાવનગર જિલ્લાના (Bhavnagar) મહુવા તાલુકામાં (Mahuva) આવેલા પ્રખ્યાત બગદાણા ગુરુ આશ્રમમાં થયેલા હુમલાના વિવાદ દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે. ત્યારે આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયા (Navnit Baldhiya) પર થયેલા જીવલેણ હુમલા બાદ તેમના સમર્થનમાં સુરતથી એક મોટો કાફલો નીકળ્યો હતો જે હાલમાં મહુવા હોસ્પિટલમાં પહોંચ્યો છે. જાણો તેમને શું માંગ કરી છે?
Advertisement
- બગદાણાના (Bagdana) 'બખેડા'માં આજના મોટા સમાચાર
- સુરતથી નીકળેલો કાફલો પહોંચ્યો મહુવા હોસ્પિટલમાં
- 100 ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો પહોંચ્યા
- કોળી સમાજના આગેવાનોએ નવનીતભાઈની કરી મુલાકાત
- મુખ્ય આરોપીનું નામ ઉમેરવાની માગ સાથે કરી મુલાકાત
- કોળી સમાજના સંત ઋષિ ભારતી બાપુ પણ સાથે રહ્યા
- ન્યાયની માગ સાથે પીડિત નવનીતભાઈને આપી સાંત્વના
Bagdana: ગુજરાતના ભાવનગર જિલ્લાના (Bhavnagar) મહુવા તાલુકામાં (Mahuva) આવેલા પ્રખ્યાત બગદાણા ગુરુ આશ્રમમાં (Bagdana Guru Aasharam) થયેલા હુમલાના વિવાદ હજુ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. આ મામલે એટલો ઉગ્ર બન્યો છે તેમાં નેતાઓ અને સમાજના લોકો પણ ખુલીને સામે આવી રહ્યા છે ત્યારે આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયા (Navnit Baldhiya) પર થયેલા જીવલેણ હુમલા બાદ તેમના સમર્થનમાં સુરતથી એક મોટો કાફલો નીકળ્યો હતો જે હાલમાં મહુવા હોસ્પિટલમાં પહોંચ્યો છે.જ્યાં તેઓએ હોસ્પિટલમાં નવનીતભાઈની મુલાકાત લીધી અને તેમને સાંત્વના આપી. આ દરમિયાન કોળી સમાજના સંત ઋષિ ભારતી બાપુ પણ સાથે રહ્યા હતા.
Advertisement


