Bagdana: કોળી સમાજનું એલાન-એ-જંગ, સુરત, બોટાદ બાદ હવે લીંબડીથી ગાડીઓનો કાફલો પહોંચ્યો બગદાણા
- બગદાણાના (Bagdana) 'બખેડા'માં આજના મોટા સમાચાર
- લીંબડી તાલુકાના કોળી સમાજના આગેવાનો બગદાણાની મુલાકાતે
- કોળી સમાજના આગેવાનો નવનીતભાઈની ખબરઅંતર પૂછવા રવાના
- અંદાજે 50થી વધુ ગાડીના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો નિકળ્યા
- દોષિતો સહિત જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ
Bagdana Controversy: ભાવનગર (Bhavanagar) જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં બગદાણામાં આશ્રમ સેવક અને કોળી સમાજના નવનીતભાઈ બાલધિયા (Navneet Baldhiya) પર થયેલા હુમલાને લઈને કોળી સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે. પીડિત નવનીતભાઈ બાલધિયાના સમર્થનમાં કોળી સમાજના લોકો દ્વારા આવેદન પત્રો આપવામાં આવી રહ્યા છે અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. સુરત, બોટાદ સહિત વિવિધ શહેરોમાંથી કોળી સમાજના આગેવાનો બગદાણા પહોંચી રહ્યા છે ત્યારે હવે સુરેન્દ્રનગરના લીંબડીમાંથી કોળી સમાજના આગેવાનો બગદાણાની મુલાકાતે પહોંચી રહ્યા છે. અંદાજે 50થી વધુ ગાડીના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો નવનીતભાઈની ખબરઅંતર પૂછવા નિકળ્યા છે. તેમને દોષિતો સહિત જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે.
બગદાણાના બખેડાને લઈને પીડિત નવનીત બાલધિયાનું નિવેદન
બગદાણાના બખેડાને લઈને પીડિત નવનીત બાલધિયાનું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં બગદાણાના કેસમાં SITની રચના થયા બાદ તમમ આઠ આરોપીઓના ફરધર રીમાન્ડ ત્રણ દિવસ ના મંજુર થયા તેના થી નવનીત ભાઈને ન્યાયની આશા જાગી છે. SITની તપાસને લઈને નવનીતભાઈને ન્યાય મળવાની આશા છે.નવનીત ભાઈ એ કહ્યું કે મને વિશ્વાસ મુખ્ય આરોપી નું નામ SIT ઉમેરે તેવી માંગ છે વધુમાં તેમણે કહ્યું કે, જે આરોપીઓ પકડ્યા છે એ તો માત્ર સાગરિતો છે,મુખ્ય આરોપીને તો પકડવામા જ નથી આવતો, નવનીત ભાઈ કહ્યું કે અગાઉ પોલીસ મુખ્ય આરોપીઓની સાથે હતી તેવો આક્ષેપ કર્યો હતો પરંતુ હવે સમાજના સાથ ના કારણે SIT તપાસ કરી રહી છે તેના પર પૂર્ણ વિશ્વાસ છે મને ન્યાય મળશે.
શું છે સમગ્ર વિવાદ ?
આ વિવાદનું મૂળ બગદાણામાં આશ્રમ સેવક અને કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલધીયા પર થયેલા હુમલામાં છે. લોકગાયક માયાભાઈ આહિરના કાર્યક્રમમાં કરેલી ટિપ્પણીને સુધારવા માટે નવનીતભાઈએ વાંધો ઉઠાવ્યો હતો, જે બાદ તેમના પર જીવલેણ હુમલો થયો. નવનીતભાઈએ આરોપ લગાવ્યો કે માયાભાઈના પુત્ર જયરાજ આહિરે આ હુમલો કરાવ્યો છે.
આ પણ વાંચો: Bagdana Controversy: કોળી સમાજની લીગલ ટીમ બગદાણા પહોંચી, નવનીત બાલધિયાએ હવે શું કહ્યું?


