Banaskantha : ખેડૂતોને મળશે વૈશ્વિક બજારનો લાભ, બનાસ ફાર્મર્સ અને NCEL વચ્ચે થયા મહત્વના MoU
બનાસ ફાર્મર્સ અને NCEL વચ્ચે મહત્ત્વના MoU થયા છે. આ સાથે જગતના તાત માટે વૈશ્વિક બજારના દ્વાર ખુલ્યા છે. કૃષિ ઉત્પાદનોના નિકાસને હવે નવી ગતિ મળશે.
Advertisement
બનાસકાંઠાના ખેડૂતોને હવે વૈશ્વિક બજારનો લાભ મળશે. બનાસ ફાર્મર્સ અને NCEL વચ્ચે મહત્ત્વના MoU થયા છે. આ સાથે જગતના તાત માટે વૈશ્વિક બજારના દ્વાર ખુલ્યા છે. કૃષિ ઉત્પાદનોના નિકાસને હવે નવી ગતિ મળશે. બનાસ ડેરીનાં ચેરમેનની હાજરીમાં ઐતિહાસિક કરાર થયા છે. શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં મસૂરી ખાતે આ કરાર થયા છે. હવે, ખેડૂતો અને પશુપાલકોને મૂલ્યવર્ધનની તકો મળશે. ઉત્પાદન, પ્રોસેસિંગ અને બ્રાન્ડિંગ ક્ષેત્રે પણ સહયોગ વધશે. બનાસ ડેરીનું આ પગલું સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરે છે. કરારથી સહકારી નિકાસ ક્ષેત્રને નવી મજબૂતી મળશે. ખેડૂતો અને પશુપાલકોની આવકમાં વધારા માટે મહત્ત્વના કરાર છે........જુઓ અહેવાલ.......

