Banaskantha : તંત્રની નિષ્ફળતાનો પુરાવો, થરાદનું ડોડગામ 12-12 દિવસથી પાણીમાં
- Banaskantha : નિંભર, નમાલા તંત્રની નિષ્ફળતાનો પુરાવો જોઈ લો!
- તંત્રના બણગા વચ્ચે 12-12 દિવસથી આખું ગામ પાણીમાં
- બનાસકાંઠાના થરાદનું ડોડગામ જોશો તો ચોંકી જશો
- ડોડગામમાં ખેતરો આખે આખા દરિયામાં ફેરવાયા
- ડોડગામના 200 જેટલાં ઘરો પાણીમાં ગરકાવ
Banaskantha : બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું ડોડગામ આજે સરકારી તંત્રની નિષ્ફળતાનો જીવંત પુરાવો બની ગયું છે. ચોમાસાની શરૂઆતમાં જ ડોડગામની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. છેલ્લા 12 દિવસથી આખું ગામ પાણીમાં ગરકાવ થયેલું છે, પરંતુ તંત્ર તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
ખેડૂતોને ભારે નુકસાન
ગામના ખેતરો દરિયામાં ફેરવાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને તેમના પાક સંપૂર્ણપણે નાશ પામ્યા છે. ગામના લગભગ 200 જેટલાં ઘરો પાણીમાં ડૂબી ગયાં છે, જેના કારણે રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિ જોતા તંત્ર દ્વારા વિકાસના મોટા દાવાઓ અને બણગાં પોકળ સાબિત થયા છે. તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીની જરૂરિયાત હોવા છતાં, પ્રશાસનની સુસ્તીએ ગ્રામજનોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : અમીરગઢના ધનપુરા વિરમપુરમાં ભારે વરસાદથી મકાન ધરાશાયી, એક મહિલાનું મોત