Banaskantha Water Crisis : વડપગ ગામે પીવાના પાણી માટે લોકો પરેશાન
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ભાભરના વડપગ ગામમાં છેલ્લા દોઢ મહિનાથી પીવાનું પાણી ન મળતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અત્યારે નર્મદા વિભાગ દ્વારા પીવાનું પાણી બંધ કરાતા આ ગામમાં પીવા માટે અને પશુપાલન માટે પાણી ન મળતા લોકો ટળવળી રહ્યા છે..
Advertisement
પાણીની બુંદ બુંદ માટે તરસતા બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાં પાણીની તંગી શરૂ થઈ જાય છે આ વર્ષે પણ ઉનાળાની શરૂઆત થતા જ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં પીવા અને પશુપાલન કરવા માટે પાણી ન મળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે, જિલ્લાના સરહદી વિસ્તારમાં દર વર્ષે નર્મદા વિભાગ દ્વારા પીવાનું પાણી કેનાલ મારફતે પૂરું પાડવામાં આવે છે પરંતુ અત્યારે આ કેનાલમાં પાણી બંધ કરવામાં આવતા અનેક ગામોમાં પાણીની તંગી સર્જાય છે ત્યારે ભાભર તાલુકાના વડપગ ગામમાં પણ પીવાના પાણીને લઈ મુશ્કેલી સર્જાય છે, જેના કારણે દર વર્ષે આ ગામના લોકોએ પીવાનું પાણી ભરવા માટે દૂર જવું પડે છે..અથવા તો 1000 રૂપિયા આપીને પીવાનું પાણી ટેન્કર મારફતે મંગાવું પડે છે..
Advertisement


