ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Banaskantha : શા માટે યુવકે હિન્દુમાંથી મુસ્લિમ ધર્મ અપનાવી લૂંટ કરવી પડી, જાણો

અહેવાલ  -સચિન શેખલીયા - બનાસકાંઠા   બનાસકાંઠા સહિત અલગ-અલગ જિલ્લામાં 59 જેટલા વૃદ્ધો સાથે છેતરપિંડી આચરનાર ઈસમને ગઢ પોલીસે ઝડપી પાડ્યો છે ગરીબ અને શ્રમિક વર્ગના વૃદ્ધોને નોકરી અપાવવાની લાલચ આપી અને ત્યારબાદ તેમના દાગીના અથવા રોકડ અથવા મોબાઈલ પડાવી...
02:46 PM Sep 08, 2023 IST | Hiren Dave
અહેવાલ  -સચિન શેખલીયા - બનાસકાંઠા   બનાસકાંઠા સહિત અલગ-અલગ જિલ્લામાં 59 જેટલા વૃદ્ધો સાથે છેતરપિંડી આચરનાર ઈસમને ગઢ પોલીસે ઝડપી પાડ્યો છે ગરીબ અને શ્રમિક વર્ગના વૃદ્ધોને નોકરી અપાવવાની લાલચ આપી અને ત્યારબાદ તેમના દાગીના અથવા રોકડ અથવા મોબાઈલ પડાવી...

અહેવાલ  -સચિન શેખલીયા - બનાસકાંઠા

 

બનાસકાંઠા સહિત અલગ-અલગ જિલ્લામાં 59 જેટલા વૃદ્ધો સાથે છેતરપિંડી આચરનાર ઈસમને ગઢ પોલીસે ઝડપી પાડ્યો છે ગરીબ અને શ્રમિક વર્ગના વૃદ્ધોને નોકરી અપાવવાની લાલચ આપી અને ત્યારબાદ તેમના દાગીના અથવા રોકડ અથવા મોબાઈલ પડાવી લેતા મહાઠગને ગઢ પોલીસે પાલનપુર ડીસા હાઈવે પર બાતમીના આધારે ઝડપી અને જેલ હવાલે કર્યો છે

 

પાલનપુર તાલુકાના ગઢ પોલીસ સ્ટેશનમાં ત્રણ દિવસ અગાઉ એક વૃદ્ધ સાથે મોબાઈલ અને ચાંદીના દાગીનાની લૂંટનો ગુનો દાખલ થયો હતો જેમાં ગઢ પોલીસે આ ગુનાની તપાસ હાથ ધરી હતી અને ગઢ પોલીસે હ્યુમન ટેકનિકલ અને ખાનગી બાતમીને આધારે પાલનપુર ડીસા હાઈવે પર ખાનગી હોટલ પર જમવા આવનાર રેહાનખાન રજાકખાન પઠાણને ઝડપી અને તપાસ હાથ ધરી હતી ગઢ પોલીસની તપાસમાં આરોપીએ 59 જેટલા ગુનાઓ આચાર્ય હોવાનું કબૂલ્યું હતું અને ગઢ પોલીસે 59 જેટલા લૂંટ ચોરી અને છેતરપિંડીના ગુનાઓનો ભેદ ઉકેલી આરોપી રેહાનખાન રજાકખાન પઠાણની અટકાયત કરી અને પાલનપુર, ડીસા ,પાટણ મહેસાણા સહિતના વિસ્તારોમાં થયેલા ગુનાઓનો ભેદ ઉકેલી લીધો છે

 

પોલીસ તપાસમાં આરોપી રેહાન ખાન પઠાણની ગુનાઓ આચરવાની અલગ મોડ્સ ઓપરેન્ડી સામે આવી હતી તે મોટેભાગે વૃદ્ધ, શ્રમિક અને જરૂરિયાતમંદ લોકોને ટાર્ગેટ બનાવતો હતો જેમાં વૃદ્ધોને ચોકીદારની નોકરી આપવાને બહાને કોઈપણ ફેક્ટરી આગળ લઈ જતો અને વૃદ્ધને કહેવામાં આવતું કે તમને નોકરી અપાવવાની છે તમારા દાગીના ઉતારી દો અને મોબાઇલ મને આપી દો કહી કહેતો કે તમે ગરીબ બનીને ઉભા રહેશો તો નોકરી મળશે અને આ વૃદ્ધો તેના લાલચ અને વિશ્વાસમાં આવી જઈ અને મોબાઈલ દાગીના અને રોકડ આપી દેતા અને ત્યારબાદ આરોપી મુદ્દામાલ લઈને ફરાર થઈ જતો હતો

તો બીજી તરફ તે જે લોકો મજૂરી કામ કરતા હોય છે તેમની પાસે જઈ અને મારા મોબાઈલમાં બેલેન્સ નથી તમારો મોબાઈલ ફોન કરવા આપો તેવું કહીને મોબાઈલ લઈને ફરાર થઈ જતો તો તે અન્ય ઠગાઈમાં કોઈ શ્રમિકને મસાલો લેવા મોકલતો અને તેનો મોબાઇલ જરૂરી કામ છે તો ફોન કરીને આપું છું તે કહીને વાત કરવા લઈ લેતો અને શ્રમિકને મસાલો લેવા મોકલી તેનો મોબાઈલ લઈને આરોપી ફરાર થઈ જતો. આરોપીએ દવાને બહાને ફોન કરવાના બહાને, તબેલા પર કામ આપવાના બહાને સહિત અલગ-અલગ રીતે 59 જેટલા લોકોને લૂંટ છેતરપિંડી અને ચોરીના શિકાર બનાવ્યા હતા જોકે ગઢ પોલીસે આરોપીને ઝડપી અને 59 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે પોલીસે મોબાઈલ ચાંદીના દાગીના અને રોકડ સહિત 2.19 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે

 

આ બાબતે બનાસકાંઠા ઇન્ચાર્જ એસપી અને એમ બી વ્યાસએ જણાવ્યું હતું કે, પાલનપુર તાલુકાના ગઢ પોલીસ મથકે મૃત સાથે મોબાઈલ અને સોના ચાંદીનાની લૂંટનો ગુનો દાખલ થયો હતો જો કે પોલીસે આરોપીને ઝડપી લીધો છે આ આરોપીએ અલગ-અલગ 59 જેટલા ગુનાઓ આચર્યા છે.પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે..

આ  પણ  વાંચો-શું છે પતરાલીના શાકનું મહત્વ ? જે વર્ષમાં માત્ર એક જ વાર પારણામાં બનાવાય છે

 

Tags :
Banaskanthaconvert fromHinduMuslim robYoung Man
Next Article