શાસનના 11 વર્ષ પૂર્ણ થતા PM Modi ને BAPS Swami Brahmaviharidas એ પાઠવી શુભેચ્છા
BAPS ના સ્વામી બ્રહ્મવિહારીદાસજીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનના 11 વર્ષ પૂર્ણ થતા શુભેચ્છાઓ પાઠવી હતી. બ્રહ્મવિહારીદાસજીએ જણાવ્યું હતું કે, 11 નંબર અતિ પવિત્ર નંબર છે. સંતો, મહંતોના આશીર્વાદ PM મોદી પર હંમેશા રહેશે. કોઈ દેશમાં આવો નેતા નથી જે 18 કલાક કામ કરે છે. આપણી પાસે પીએમ મોદી જેવા નેતા છે. તે સૌભાગ્ય છે.
BAPS ના બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું હતું કે, આજે આનંદની વાતી છે, ઉત્સવની વાત છે કે આપણા માન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી 11 વર્ષ પૂર્ણ કરી ભારતનાં નેતૃત્વના 12 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આજે અમે પ્રાર્થના કરીએ છીએ કે, ભગવાન તેમજ બધા સંત લોકોના આશીર્વાદ તેમના પર રહે. કારણ કે, જરા વિચારો કે ક્યાં દેશમાં આવા નેતા છે. જેણે 11 વર્ષમાં એક રજા પણ લીધી નથી. તેમજ દેશ માટે અનેક કલાકો સુધી કામ કરે છે. અમે જોયું છે કે જ્યારે બીએપીએસ હિન્દુ મંદિર અબુધાબીમાં ઓપનીગ સેરેમની હતી. ત્યારે વડાપ્રધાને કહ્યું હતું કે, દરેક જગ્યાએ અલગ અલગ પૂજારી હોય છે. હું તો માત્ર મા ભારતનો પૂજારી છું. જેણે દરેક વખતે ભારતની પ્રગતિ માટે જ વિચાર્યું છે.