રિદ્ધિમાન સાહાને ધમકી આપવા મામલે પત્રકાર બોલિયા મજુમદાર પર BCCIએ 2 વર્ષનો પ્રતિબંધ મૂક્યો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ પર બે વર્ષનો
પ્રતિબંધ લગાવ્યો છે જેણે વિકેટકીપર રિદ્ધિમાન સાહાને ડરાવવા અને ધમકાવવાનો પ્રયાસ
કર્યો હતો. BCCIએ બોરિયા મજુમદાર પર બે વર્ષનો
પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. તે આગામી બે વર્ષ સુધી કોઈપણ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચનો ભાગ નહીં હોય. બીસીસીઆઈ
પણ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને વિનંતી કરશે કે આ સ્પોર્ટ્સ
જર્નાલિસ્ટને આઈસીસી ઈવેન્ટ્સમાં સ્ટેડિયમમાં પ્રવેશ ન આપે. સમાચાર એજન્સી એએનઆઈએ
પુષ્ટિ કરી છે કે BCCIએ રિદ્ધિમાન સાહાને ધમકી આપવા બદલ
પત્રકાર બોરિયા મજુમદાર પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો છે.
BCCI bans Boria Majumdar for 2 years after journalist 'threatened and intimidated' Wriddhiman Saha
Read @ANI Story | https://t.co/Ym7NYWNVie#BCCI #BoriaMajumdar #WriddhimanSaha #CricketTwitter pic.twitter.com/vxAYt1q5wN
— ANI Digital (@ani_digital) May 4, 2022" title="" target="">javascript:nicTemp();
રિદ્ધિમાન સાહાએ 23 ફેબ્રુઆરીના રોજ અજાણ્યા પત્રકાર વિરુદ્ધ
અનેક ટ્વિટ્સ પોસ્ટ કર્યા હતા. સાહાને ધમકી આપી હતી કે તે તેની કારકિર્દી પર પૂર્ણ વિરામ મૂકી દેશે.
જો કે આના બચાવમાં બોરિયા મજમુદારે એક વિડિયો
જાહેર કર્યો. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે
જેમ જ રિદ્ધિમાન સાહાએ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટના ખરાબ વર્તન વિશે ટ્વિટ કર્યું. એટલે
તરત વીરેન્દ્ર સેહવાગ, ઈરફાન પઠાણ, હરભજન સિંહ સહિત તમામ ખેલાડીઓએ તેના સમર્થનમાં ટ્વિટ કરીને BCCI
પાસે પ્રતિબંધની માંગણી કરી હતી. ત્યારે હવે BCCIએ બોરિયા મજુમદાર પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે.


