ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

1998 હોય કે પછી 2022, ભારતનો અમેરિકા અને પશ્ચિમી દેશોને દમદાર જવાબ

છેલ્લા એક મહિના કરતા પણ વધારે સમયથી ચાલી રહેલા રશિયા અને યુક્રેનના યુદ્ધના નામે દુનિયાભરના દેશોમાં કુટનિતિક ખેલ શરુ થયા છે. ખાસ કરીને અમેરિકા, બ્રિટન અને યુરોપિયન યુનિયન જેવા પશ્ચિમી દેશો આ યુદ્ધના નામે એક અલગ જ રમત કરી રહ્યા છે. આ યુદ્ધમાં ભારતે રશિયા પર કોઇ પ્રતિબંધ ના મુક્યા અને પોતાના રાજદ્વારી સંબંધો યથાવત રાખ્યા તેના કારણે આ દેશોના પેટમાં તેલ રેડાયું છે. અમેરિકા સહિતના દે
11:39 AM Apr 01, 2022 IST | Vipul Pandya
છેલ્લા એક મહિના કરતા પણ વધારે સમયથી ચાલી રહેલા રશિયા અને યુક્રેનના યુદ્ધના નામે દુનિયાભરના દેશોમાં કુટનિતિક ખેલ શરુ થયા છે. ખાસ કરીને અમેરિકા, બ્રિટન અને યુરોપિયન યુનિયન જેવા પશ્ચિમી દેશો આ યુદ્ધના નામે એક અલગ જ રમત કરી રહ્યા છે. આ યુદ્ધમાં ભારતે રશિયા પર કોઇ પ્રતિબંધ ના મુક્યા અને પોતાના રાજદ્વારી સંબંધો યથાવત રાખ્યા તેના કારણે આ દેશોના પેટમાં તેલ રેડાયું છે. અમેરિકા સહિતના દે
છેલ્લા એક મહિના કરતા પણ વધારે સમયથી ચાલી રહેલા રશિયા અને યુક્રેનના યુદ્ધના નામે દુનિયાભરના દેશોમાં કુટનિતિક ખેલ શરુ થયા છે. ખાસ કરીને અમેરિકા, બ્રિટન અને યુરોપિયન યુનિયન જેવા પશ્ચિમી દેશો આ યુદ્ધના નામે એક અલગ જ રમત કરી રહ્યા છે. આ યુદ્ધમાં ભારતે રશિયા પર કોઇ પ્રતિબંધ ના મુક્યા અને પોતાના રાજદ્વારી સંબંધો યથાવત રાખ્યા તેના કારણે આ દેશોના પેટમાં તેલ રેડાયું છે. અમેરિકા સહિતના દેશો ભારતને સીધી અથવા તો આડકતરી રીતે વિવિધ રીતે ચેવણી આપી રહ્યા છે.
અમેરિકી સુરક્ષા સલાહારની ભારતને શીખામણ
અમેરિકાના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દલીપ સિંહે કહ્યું છે કે જો ચીન ક્યારેય ભારત પર આક્રમણ કરશે તો રશિયા તેનો બચાવ નહીં કરે. રાષ્ટ્રપતિ જો બાઇડને પણ ભારત પર ટિપ્પણી કરી છે. ત્યારે આ કંઇ પહેલી વાર નથી કે જ્યારે પશ્ચિમી દેશો દવારા ભારત પ્રત્યે આ પ્રકારનું વલણ અપનાવવામાં આવ્યું હોય. લગભગ અઢી દાયકા પહેલા જ્યારે ભારતે પરમાણુ પરિક્ષણ કર્યું હતું ત્યારે પણ પશ્ચિમી દેશોએ ખુલ્લેઆમ ભારતનો વિરોધ કર્યો હતો.
1998ના વર્ષમાં એક યુવાન ભારતીય રાજદૂતે સ્પષ્ટપણે અમેરિકન કોંગ્રેસને ભારતનું વલણ જણાવ્યું હતું. આજે જ્યારે અમેરિકા ફરી ભારત પર દબાણ વધારી રહ્યું છે ત્યારે એ જ અધિકારી અમેરિકામાં ભારતના રાજદૂત છે અને વાતાવરણને સંભાળી રહ્યા છે. જેમનું નામ તરનજીત સિંહ સંધુ છે. સંધુએ 1998માં જે કર્યું તે કૂટનીતિનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. જો કે તે અમેરિકી રાજદૂતના સિનિયર અને અત્યારે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પણ આ બાબતે ઉણા ઉતરે એવા નથી.
શું કહ્યું એસ. જયશકરે?
હાલમાં જ તેમણે ભારતના પક્ષને સ્પષ્ટ અને મજબૂત રીતે રજૂ કર્યો હતો. ગુરુવારે બ્રિટનના વિદેશ મંત્રીની સામે બેસીને જયશંકરે ભારત વિરોધી અભિયાન ચલાવનારાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. જયશંકરે કહ્યું કે રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારત વિરુદ્ધ અભિયાન ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે યુરોપ હજુ પણ રશિયન તેલનો મુખ્ય ખરીદદાર છે અને જ્યારે ભાવ વધે ત્યારે કોઇ પણ દેશ સસ્તો અને સારી ડીલ સોધે તે સ્વાભાવિક છે. મને ખાતરી છે કે જો આપણે 2-3 મહિના રાહ જોઈશું અને જોશું કે રશિયના તેલ અને ગેસના સૌથી મોટા ખરીદદારો કોણ છે? તો મને લાગે છે કે આ યાદી પહેલા કરતા વધારે અલગ નહીં હોય. મને લાગે છે કે અમે તો તે યાદીના ટોપ 10માં નહીં હોઈએ.
1998: ભારત, અમેરિકા અને તરનજીત સિંઘ સંધુ
1998ના ઉનાળાને ભારતના કૂટનીતિક સંબધોના ઈતિહાસમાં સૌથી વધારે પડકારજનક ગણવામાં આવે છે. પરમાણુ પરીક્ષણોને કારણે ભારત વિશ્વભરમાં અલગ પડી રહ્યું હતું. અમેરિકા અને તેના સાથીઓ ભારતનો વિરોધ કરી રહ્યા હતા.  આજે પણ એવી જ સ્થિતિ છે. ભારત, અમેરિકા અને તરનજીત સિંઘ સંધુ. 1998માં સંધુ નવા નવા ભારતીય વિદેશ સેવા (IFS)માં જોડાયા હતા.  જે પછી વોશિંગ્ટન દૂતાવાસમાં કાઉન્સેલર હતા. તે સમયે નરેશ ચંદ્ર અમેરિકામાં ભારતીય રાજદૂત હતા. બિલ ક્લિન્ટન વહીવટીતંત્રે ભારત પર કડક પ્રતિબંધો લાદ્યા હતા. તેમ છતાં, સંધુએ હાર ન માની અને ચંદ્રાને યુએસ કોંગ્રેસ સાથે વાત કરવા સમજાવ્યા. ચંદ્રાએ સલાહ સ્વીકારી અને સંધુ સાથે કોંગ્રેસના ઘણા સભ્યો અને સેનેટરોને મળ્યા.
સંધુ અનમેરિકી કૉંગ્રેસના હૉલમાં એટલા બધા ચાલ્યા કે તેમના પગરખાં ઘસાઈ ગયા. અમેરિકાએ આખરે પરમાણુ પરીક્ષણ કરવાની ભારતની મજબૂરી સમજી લીધી. ચંદ્રાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે અમને ‘જૂતા ભથ્થું’ મળવું જોઈએ અને સંધુ માટે આ ભથ્થું બમણું કરવું જોઈએ.
Tags :
GujaratFirstIndiaRusia-UkraineRussiukukrainewar
Next Article