Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિવાળી પહેલા ભાવેણાવાસીઓને મળી ટ્રેનની ભેટ,ભારતીબેન શિયાળે આપી લીલી ઝંડી

દિવાળી વેકેશન ટાણે જ ગુજરાત(Gujarat)ના મુસાફરો માટે સારા  સમાચાર સામે આવ્યા છેભાવનગર-અમદાવાદ (Bhavnagar-Ahmedabad) વચ્ચે સુપરફાસ્ટ ઈન્ટરસિટી ટ્રેન(Superfast intercity train)ને આજે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી(Jeetubhai Vaghani)અને સાંસદ ભારતીબેન શિયાળે(Bharatiben Shiyal)એ પ્રસ્થાન કરાવ્યું છે. રલવે મંત્રાલય દ્વારા જનહિતામાં મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં ભાવનગરથી વાયા સાબરમતી (Sabarmati)થઈ ભાવનગર(Bhavnagar)કાયમી સુપરફાસ્ટ ઇન્ટરસિટી ટ્રેન દોàª
દિવાળી પહેલા ભાવેણાવાસીઓને મળી ટ્રેનની ભેટ ભારતીબેન શિયાળે આપી લીલી ઝંડી
Advertisement
દિવાળી વેકેશન ટાણે જ ગુજરાત(Gujarat)ના મુસાફરો માટે સારા  સમાચાર સામે આવ્યા છેભાવનગર-અમદાવાદ (Bhavnagar-Ahmedabad) વચ્ચે સુપરફાસ્ટ ઈન્ટરસિટી ટ્રેન(Superfast intercity train)ને આજે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી(Jeetubhai Vaghani)અને સાંસદ ભારતીબેન શિયાળે(Bharatiben Shiyal)એ પ્રસ્થાન કરાવ્યું છે. રલવે મંત્રાલય દ્વારા જનહિતામાં મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં ભાવનગરથી વાયા સાબરમતી (Sabarmati)થઈ ભાવનગર(Bhavnagar)કાયમી સુપરફાસ્ટ ઇન્ટરસિટી ટ્રેન દોડાવવામાં આવશે. ભાવનગરથી અમદાવાદની મુસાફરી કરવી લોકો માટે મહત્વપૂર્ણ સાબિત થશે

ભાવનગર-અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ ટ્રેન દોડશે
ભાવનગર-અમદાવાદ વચ્ચે આજથી શરું કરાયેલી સુપરફાસ્ટ ઇન્ટરસિટી ટ્રેનને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ તેમજ સાંસદ ડૉ ભારતી શિયાળએ પ્રસ્થાન કરાવ્યુ હતું જે ટ્રેન ભાવનગર રેલ્વે સ્ટેશનથી ઉપડી વચ્ચે કેટાલક સ્ટેશનો થઈ અમદાવાદ પહોંચશે. આ ટ્રેનનો લાભ ભાવનગર સહિત બોટાદ અને અમદાવાદ જિલ્લાના લોકોને લાભદાયી નીવડશે. જે ટ્રેન લોકો માટે સસ્તું અને સરળ માધ્યમ બની રહેશે. ભાવનગરના લોકોને અમદાવાદ જવા માટે અગાઉ સુરેન્દ્રનગર થઈને જવુ પડતું હોવાથી વધુ સમય અને ખર્ચ બંન્નેને વેડફાટ થતાં હતો. પરંતુ હવે ભાવનગરથી અમદાવાદ જતી ટ્રેન બોટાદ થઈ જશે. જેથી લોકોનો સમયમાં પણ બચત થશે.
ટ્રેન વચ્ચે ક્યાં ક્યાં સ્ટેશન થોભશે

ભાવનગર-સાબરમતી(અમદાવાદ) ડેઇલી સુપરફાસ્ટ ઇન્ટરસિટી ટ્રેન ભાવનગર રેલ્વે સ્ટેશનથી ઉપડી સિહોર, બોટાદ, ઘંધુકા, ધોળકા, સરખેજ, વસ્ત્રાપુર, ગાંધીગ્રામ સ્ટેશન થઈ અમદવાદના સાબરમતી સ્ટેશન સુધી ટ્રેન દોડશે. જે ટ્રેન ભાવનગર ટર્મિનલથી સવારે ૬ વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સવારે 10:30 કલાકે સાબરમતી સ્ટેશન ખાતે પહોંચશે અને સાંજે  4 કલાકે સાબરમતી સ્ટેશન ખાતેથી ઉપડી તે જ દિવસે 8.30  કલાકે ભાવનગર ટર્મિનલ રિટર્ન પહોંચશે.
 

લોકોને મુસાફરીમાં સરળતા થશે

ભાવનગરથી અમદાવાદ, સુરત અને મુંબઇ જેવા શહેરો સાથે કનેક્શન થકી લોકોને પરિવહન માટે સરળ માધ્યમ ઉપલબ્ધ થયું છે. ભાવનગર જિલ્લામાં હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ જેવા અનેક ઉદ્યોગો સાથે સંકળાયેલો હોવાથી પરિવહન માટે આ ટ્રેમ મહત્વદાયી સાબિત થશે. જે મુલાફરી લોકો માટે મહત્વનું માધ્યમ બની રહશે. 
  
Advertisement
Tags :
Advertisement

.

×