વડાપ્રધાન મોદી 10મીએ ભરૂચ જિલ્લાની મુલાકાતે આવે તે પહેલા તંત્રની ખુલી ગઇ પોલ
૧૦મીના રોજ વડાપ્રધાન ભરૂચ જિલ્લાની મુલાકાતે.. બે દિવસથી વરસાદી માહોલ.પ્રધાનમંત્રીના સભા સ્થળે વરસાદી પાણી ફરી વળતાં કાદવ કિચડના સામ્રાજ્યથી તંત્ર દોડતું.ભરૂચનો જિલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્ર સહિત અધિકારીઓએ સ્થળ ઉપર ધામા નાખ્યા.ગતરોજ સંધ્યાકાળના સમયથી શરૂ થયેલા વરસાદના કારણે તંત્રની ચિંતા વધી. વરસાદી પાણીથી કાદવ કિચડના સામ્રાજ્યથી તાબડતો પેચિંગ વકૅ શરૂ કરાયુ.વડાપ્રધાન àª
Advertisement
- ૧૦મીના રોજ વડાપ્રધાન ભરૂચ જિલ્લાની મુલાકાતે.. બે દિવસથી વરસાદી માહોલ.
- પ્રધાનમંત્રીના સભા સ્થળે વરસાદી પાણી ફરી વળતાં કાદવ કિચડના સામ્રાજ્યથી તંત્ર દોડતું.
- ભરૂચનો જિલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્ર સહિત અધિકારીઓએ સ્થળ ઉપર ધામા નાખ્યા.
- ગતરોજ સંધ્યાકાળના સમયથી શરૂ થયેલા વરસાદના કારણે તંત્રની ચિંતા વધી.
- વરસાદી પાણીથી કાદવ કિચડના સામ્રાજ્યથી તાબડતો પેચિંગ વકૅ શરૂ કરાયુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં આગામી તા.10 ઓકટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવાના છે. જેને અનુલક્ષીને વહીવટી તંત્ર કામે લાગ્યું છે પરંતુ ગઈકાલ સંધ્યાકાળના સમયથી જ વરસેલા વરસાદના કારણે તંત્રની કામગીરી ઉપર વરસાદી પાણી ફરી વળ્યું છે જેના પગલે સવારથી જ સભા સ્થળે પેચિંગ વકૅથી માંડી તમામ કામગીરી તાબડતોબ શરૂ કરી દેવામાં આવી છે
ભરૂચ જિલ્લામાં પ્રધાનમંત્રીના આગમનના ટાણે જ આમોદ ખાતે વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીએ મુલાકાત લઈને સમીક્ષા બેઠકમાં કાર્યક્રમનું સુચારૂ વ્યવસ્થાપન, સ્થળ, સુરક્ષા, પાર્કિંગ વગેરેને લઇને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા સાથે જરૂરી સુચના આપી તેમજ મંત્રીશ્રીએ તમામ કાર્યક્રમોની વિગતો મેળવી બેઠક વ્યવસ્થા, પાર્કિગ, લોકાર્પણ, ખાતમૂર્હત, જાહેરસભા સહિતના કાર્યક્રમોની સમીક્ષા કરી હતી.
ભરૂચ જિલ્લા કલેક્ટરે વડાપ્રધાન મંત્રીના કાર્યક્રમ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની વિગતો બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા ગતરોજ સંધ્યાકારના સમયથી જ ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના પગલે ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને તેમાંય પ્રધાનમંત્રીની સભા સ્થળે ચાલતી તૈયારીને પણ વરસાદનું વિઘ્ન નડયું છે અને ધોધમાર વરસાદના કારણે આમોદ ખાતે યોજાનારી પ્રધાનમંત્રીની સભા સ્થળે વરસાદના કારણે સામ્રાજ્ય ઉભા થયા છે. જેના કારણે તંત્રની ચિંતામાં સતત વધારો થયો છે.
સવાર થતા જ પ્રધાનમંત્રીના આગમન સ્થળે અને સભા સ્થળે કાદવ કિંચડના સામ્રાજ્ય ઉપર તંત્રએ કામગીરી શરૂ કરાવી હતી અને પેચિંગ વકૅથી માંડી હેલીપેડ ઉપર રીકાર્પેટીંગ શરૂ કરાવ્યું હતું અને સવારથી જ જિલ્લા વહીવટી તંત્રથી માંડી પોલીસ તંત્ર સતત ખડે પગે જોવા મળ્યો હતો. પ્રધાનમંત્રીના આગમન અંગેનું રિહલ્સર પણ શરૂ કરવામાં આવ્યું છે. હેલિકોપ્ટર કેવી રીતે આવશે અને ક્યાંક કઈ જગ્યાએ ઉતરશે તે અંગે હેલીપેડનું પણ નિરીક્ષણ કરાયું હતું. ત્યારે હાલ તો વરસતા વરસાદના કારણે જિલ્લા વહીવટી તંત્રની ચિંતામાં સતત વધારો નોંધાયો છે.
પ્રધાનમંત્રીના આગમનને માત્ર બે દિવસનો જ સમય બાકી છે અને તેમાં પણ વરસતા વરસાદના કારણે તંત્ર મુંજવણ અનુભવી રહ્યું છે પરંતુ સભામાં આવતા લોકોને તકલીફો ન પડે તે માટેના પ્રયાસો હાલતો તંત્રએ શરૂ કર્યા છે ડોમ સ્થળે પણ સતત કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે વરસતા વરસાદના કારણે તંત્ર એ પણ સંપૂર્ણ કામગીરી કરવાની શરૂ કરી દીધી છે.


