Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બેન સ્ટોક્સ બન્યો ઇંગ્લેન્ડ ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન, ગેરી કર્સ્ટનની મુખ્ય કોચ તરીક નિમણૂક

ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેની ટેસ્ટ ટીમના સુકાનીપદે ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની વરણી કરી દીધી છે. તાજેતરમાં જો રુટે ટેસ્ટની કેપ્ટનશિપ છોડી દીધા બાદ સ્ટોક્સને સુકાની બનાવવામાં આવશે તેવી અટકળોએ વેગ પકડયો હતો. ઇસીબીના નવા ક્રિકેટ ડાયરેક્ટર રોબ સાથેની બેઠક બાદ સ્ટોક્સે સહમતી પણ વ્યક્ત કરી દીધી છે. આ બેઠકમાં સ્ટોક્સે પોતાની કેટલીક માગણીઓ પણ રજૂ કરી હતી જેમાં સિનિયર પેસ બોલર જેમ્સ
બેન સ્ટોક્સ બન્યો ઇંગ્લેન્ડ ટેસ્ટ
ટીમનો નવો કેપ્ટન  ગેરી કર્સ્ટનની મુખ્ય કોચ તરીક નિમણૂક
Advertisement

ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેની ટેસ્ટ
ટીમના સુકાનીપદે ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની વરણી કરી દીધી છે
. તાજેતરમાં
જો રુટે ટેસ્ટની કેપ્ટનશિપ છોડી દીધા બાદ સ્ટોક્સને સુકાની બનાવવામાં આવશે તેવી
અટકળોએ વેગ પકડયો હતો.
ઇસીબીના નવા
ક્રિકેટ ડાયરેક્ટર રોબ સાથેની બેઠક બાદ સ્ટોક્સે સહમતી પણ વ્યક્ત કરી દીધી છે. આ
બેઠકમાં સ્ટોક્સે પોતાની કેટલીક માગણીઓ પણ રજૂ કરી હતી જેમાં સિનિયર પેસ બોલર
જેમ્સ એન્ડરસન તથા સ્ટુઅર્ટ બ્રોડને પાછા લાવવાની બાબત પણ હતી. બન્ને બોલરને
એશિઝમાં રમવાની ઓછી તક મળી હતી અને વિન્ડીઝના પ્રવાસમાંથી બન્નેની બાદબાકી કરવામાં
આવી હતી.

With the bat 🏏
With the ball 🔴
In the field 🤲
Our leader 🧢
pic.twitter.com/knXzk3s62z

— England Cricket (@englandcricket) April 28, 2022" title="" target="">javascript:nicTemp();

સ્ટોક્સની વરણી ઉપરાંત ભારતને 2011ના વર્લ્ડ કપમાં
ચેમ્પિયન બનાવનાર સાઉથ આફ્રિકાના ગેરી કર્સ્ટનની પણ ઇંગ્લેન્ડના મુખ્ય કોચ તરીકેની
નિમણૂક થઈ ચૂકી છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર સાયમન કેટિચને ઇંગ્લેન્ડની
વન-ડે ટીમ
ના કોચ બનાવવામાં આવે તેવી પૂરી સંભાવના છે. ગેરી કર્સ્ટન હાલમાં
આઇપીએલની ગુજરાત ટાઇટન્સ ટીમમાં બેટિંગ કોચ અને મેન્ટર તરીકેની ભૂમિકા ભજવી રહ્યા
છે. ક્રિસ સિલ્વરવૂડે કોચપદેથી રાજીનામું આપ્યા બાદ વિન્ડીઝ પ્રવાસ માટે પોલ કોલિંગવૂડની
ઇન્ટ્રિમ કોચ તરીકે વરણી કરવામાં આવી હતી.


ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ સામેની શરમજનક હાર બાદ રૂટે ટેસ્ટ ટીમના સુકાની પદ છોડવાની જાહેરાત કરી છે. રુટની કપ્તાનીમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-2023માં ઈંગ્લેન્ડનું પ્રદર્શન નિરાશાજનક હતું. જેમાં ઈંગ્લેન્ડની ટીમ 13માંથી માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી છે. WTC પોઈન્ટ ટેબલમાં ઈંગ્લેન્ડ 10મા સ્થાને છે.

Advertisement
Tags :
Advertisement

.

×