ભરૂચની રૂકમણી દેવી વિદ્યાલયમાં ધોરણ-11-12ના વર્ગ બંધ કરાતા હોબાળો
નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે, ત્યારે ભરૂચના સ્ટેશન રોડ પરની રુકમણી દેવી રૂગટા વિદ્યાલયમાં ધોરણ 11 અને 12 માટે એડમિશન ફોર્મ આપવામાં ન આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે હોબાળો મચ્યો હતો.ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે મિટિંગ યોજી હતી જેમાં શિક્ષકોના અભાવે ધોરણ-11 અને 12ના ક્લાસ બંધ કર્યા હોવાનું રટણ કરતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં મુકાઇ ગયા હતા અને ભારે હોબાળો મચાવ્àª
Advertisement
નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે, ત્યારે ભરૂચના સ્ટેશન રોડ પરની રુકમણી દેવી રૂગટા વિદ્યાલયમાં ધોરણ 11 અને 12 માટે એડમિશન ફોર્મ આપવામાં ન આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે હોબાળો મચ્યો હતો.ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે મિટિંગ યોજી હતી જેમાં શિક્ષકોના અભાવે ધોરણ-11 અને 12ના ક્લાસ બંધ કર્યા હોવાનું રટણ કરતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં મુકાઇ ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો
ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલી રૂકમણી દેવી રૂગટા વિદ્યાલયમાં ધોરણ 11માં એડમિશન માટે કેટલાય વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે શાળા ઉપર ધક્કા ખાઈ રહ્યા હતા. એડમિશન ફોર્મ કેમ નથી મળતા અને પ્રવેશ કેમ આપવામાં નહીં આવે તે પ્રશ્નને લઇને વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણ અનુભવી રહ્યા હતા, જેના પગલે વાલીઓ અને વિદ્યાર્થીઓએ શાળાના ટ્રસ્ટી સાથે મિટિંગ યોજી હતી. મિટિંગમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને સ્પષ્ટ કહ્યું હતું કે ધોરણ-11 અને 12ના વર્ગ શિક્ષકોના અભાવે બંધ કરી દેવાયા છે. જે વિદ્યાર્થીને જે સ્કૂલમાં એડમિશન મળે તે મેળવી શકે છે. જોકે વિદ્યાર્થીઓ અને વાલીઓ ટ્રસ્ટીના આવા જવાબથી ભારે રોષે ભરાયા હતા.
આજે વાલીઓએ ટ્રસ્ટીઓ સાથે મિટિંગ યોજી હતી અને વર્ગ શરૂ કરવામાં નહીં આવે તેવું ટ્રસ્ટીઓનું રટણ છે ત્યારે હવે વિદ્યાર્થીઓને કઈ સ્કૂલમાં એડમિશન મળશે તેવા પ્રશ્નો ઉભા થયા છે જેના પગલે વાલીઓ આવતીકાલે શિક્ષણ અધિકારીને રજૂઆત કરશે.
ટ્રસ્ટી પુષ્પાબેન પટેલે જણાવ્યું હતું કે આ બાબતે શિક્ષણ અધિકારીને ટ્રસ્ટીઓ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે. શિક્ષકોના અભાવે રુકમણી દેવી રૂગટા વિદ્યાલયમાં ધોરણ-11 અને 12 ના વર્ગ બંધ કરવામાં આવ્યું હોવાનું રટણ ટ્રસ્ટીઓએ કર્યું હતું.


