Bharuch : ખાનગી સંસ્થાની સરાહનીય કામગીરી, અંધજનોને કરાવી મક્કા મદિનાની યાત્રા
ભરૂચની એક ખાનગી સંસ્થા દ્વારા અંધજનો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં તેમને મફતમાં શિક્ષણ આપવામાં આવે છે.
04:56 PM Feb 16, 2025 IST
|
Hardik Shah
- ભરૂચની ખાનગી સંસ્થાની સરાહનીય કામગીરી
- અંધજનોને મફતમાં આપે છે શિક્ષણ
- અંધજનોને કરાવી મક્કા મદિનાની યાત્રા
- મુસ્લિમ સમુદાયમાં મક્કા મદિનાનું છે વિશેષ મહત્વ
- 16 અંધજનો સાથે 24 મક્કા મદિના માટે રવાના
Bharuch : ભરૂચની એક ખાનગી સંસ્થા દ્વારા અંધજનો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં તેમને મફતમાં શિક્ષણ આપવામાં આવે છે. સંસ્થાની માનવતાવાદી દ્રષ્ટિએ હવે વધુ એક સરાહનીય કામગીરી કરી છે, જેમાં 16 અંધજનોને મક્કા મદીનાની યાત્રા માટે મોકલવામાં આવ્યા છે. મુસ્લિમ સમુદાયમાં મક્કા મદીનાને વિશેષ મહત્વ હોવાને કારણે, આ યાત્રા તેમના માટે ભાવનાત્મક અને આસ્થાપૂર્ણ અનુભવ સાબિત થશે. કુલ 24 વ્યક્તિઓ સાથે આ વિશેષ યાત્રા રવાના થઈ છે, જે સંસ્થાની નિસ્વાર્થ સેવાની અનોખી ઉદાહરણરૂપ પહેલ છે
Next Article