Bharuch Jumma Masjid Controversy : ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદને લઈને નવો વિવાદ
જુમ્મા મસ્જિદ એ પહેલા જૈન સમરી વિહાર હોવાનો દાવો કરાઈ રહ્યો છે. જૈન સમાજના આગેવાનો દ્વારા સ્થળની મુલાકાત લેવાઈ હતી અને જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચ્યા હતા.
Advertisement
ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદને લઈને નવો વિવાદ શરૂ થયો છે. જુમ્મા મસ્જિદ એ પહેલા જૈન સમરી વિહાર હોવાનો દાવો કરાઈ રહ્યો છે. જૈન સમાજના આગેવાનો દ્વારા સ્થળની મુલાકાત લેવાઈ હતી અને જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચ્યા હતા. જૈન ધર્મની આસ્થાનું કેન્દ્ર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અલાઉદ્દીન ખીલજીના આક્રમણનો પણ ઉલ્લેખ કરાયો છે. આ સાથે સોમનાથ સહિત અનેક ધાર્મિક સ્થળો પર આક્રમણનો દાવો કરાયો છે. ચાંપાનેર અને ભરૂચના જૈન સમરી વિહારનો પણ ઉલ્લેખ કરાયો છે. મસ્જિદ હાલમાં પુરાતત્વ વિભાગના તાબામાં હોવાનું જણાવ્યું છે. સ્થળના પ્રાચીન ઇતિહાસને લઈને વિવિધ દાવાઓ કરાઈ રહ્યા છે............જુઓ અહેવાલ...........

