Bhavnagar : રોડ બનાવ્યો છે કે મસ્કરી કરી છે! જોઇ લો તંત્રની લાલીયાવાડી
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના મોરબા ગામમાં રોડ નિર્માણમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો સામે આવ્યા છે. બેલા ગામ તરફ જવાના રસ્તાની ગુણવત્તા અંગે સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી છે, જેમાં માત્ર એક જ લેયરનો ડામર લગાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.
Advertisement
- ભાવનગર ગારીયાધારના મોરબા ગામમાં રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર!
- બેલા ગામ તરફ જવાના રોડ પર બનાવવામાં ભ્રષ્ટાચારના આરોપ
- એક જ લેયરનો ડામરના રોડ બનાવવામાં આવ્યો હોવાનો દાવો
- રોડની કામગીરી નબળી હોવાનો થઇ રહ્યો છે આક્ષેપ
- જાગૃત નાગરિકે ભ્રષ્ટાચારના રોડનો વીડિયો બનાવી કર્યો વાયરલ
- ભાવનગર જિ.પંચાયત રોડ વિભાગ હસ્તક આવે છે માર્ગ
- વર્ષો બાદ નવો રસ્તો બની રહ્યો હોવાનો સ્થાનિકોનો દાવો
- ઓમ કન્સ્ટ્રક્શન નામની એજન્સી કરી રહી છે રોડનું કામ
Bhavnagar News : ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના મોરબા ગામમાં રોડ નિર્માણમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો સામે આવ્યા છે. બેલા ગામ તરફ જવાના રસ્તાની ગુણવત્તા અંગે સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી છે, જેમાં માત્ર એક જ લેયરનો ડામર લગાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. જાગૃત નાગરિકે નિમ્ન ગુણવત્તાના રોડનો વીડિયો બનાવીને વાયરલ કરતાં મામલો ચર્ચામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ માર્ગ ભાવનગર જિલ્લા પંચાયતના રોડ વિભાગ હસ્તક આવે છે, અને ઓમ કન્સ્ટ્રક્શન દ્વારા તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે વર્ષો બાદ નવો રસ્તો બન્યો છે, પરંતુ નિમ્નસ્તરીય કામગીરીને કારણે વિકાસની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.
Advertisement


