Studio on Wheels : 80 બહેનો, એક ગ્રુપ અને અઢળક યાદો ! ભાવસાર મહિલા મંડળનો ગુજરાત ફર્સ્ટની ટીમ સાથે ખાસ સંવાદ
Studio on Wheels : ગુજરાત ફર્સ્ટનો લોકપ્રિય કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) તાજેતરમાં ભાવનગર (Bhavnagar) પહોંચ્યો હતો. અહીં વસંત મસાલા (Vasant Masala)ના સથવારે શહેરની ગૃહિણીઓ સાથે એક વિશેષ મુલાકાત યોજાઈ હતી, જેમાં બહેનોએ ઘરના કામકાજમાંથી સમય કાઢીને પોતાની જિંદગી કેવી રીતે જીવવી જોઈએ, તેની સુંદર ઝલક રજૂ કરી હતી.
Advertisement
Studio on Wheels : ગુજરાત ફર્સ્ટનો લોકપ્રિય કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) તાજેતરમાં ભાવનગર (Bhavnagar) પહોંચ્યો હતો. અહીં વસંત મસાલા (Vasant Masala)ના સથવારે શહેરની ગૃહિણીઓ સાથે એક વિશેષ મુલાકાત યોજાઈ હતી, જેમાં બહેનોએ ઘરના કામકાજમાંથી સમય કાઢીને પોતાની જિંદગી કેવી રીતે જીવવી જોઈએ, તેની સુંદર ઝલક રજૂ કરી હતી. ભાવનગરના નવગામ ભાવસાર મહિલા મંડળની બહેનોએ ગુજરાત ફર્સ્ટની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, સ્ત્રીઓ માટે ઘરના 4/4 ના રસોડામાંથી બહાર નીકળવું ખૂબ જ જરૂરી છે. ગ્રુપના પ્રમુખે જણાવ્યું કે, છેલ્લા 5-6 વર્ષથી તેઓ આ મંડળ ચલાવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બહેનોમાં રહેલા હુનર (Skill) ને બહાર લાવવાનો અને તેમને સામાજિક રીતે સક્રિય કરવાનો છે.
Advertisement


