Bhavnagar : આકર્ષક વળતરની લાલચે કરી ઠગાઈ, પોન્ઝી સ્કીમનો ફૂગ્ગો ફૂટી ગયો
ભાવનગરના વરતેજ પંથકમાં શેરબજારમાં રોકાણના નામે ચાલતી પોન્ઝી સ્કીમનો મોટો પર્દાફાશ થયો છે. બે પિતરાઈ ભાઈઓએ આકર્ષક વળતરની લાલચ આપીને રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી આચરી છે.
Advertisement
ભાવનગરના વરતેજ પંથકમાં શેરબજારમાં રોકાણના નામે પોન્ઝી સ્કીમનો મોટો કૌભાંડ સામે આવ્યો છે. બે પિતરાઈ ભાઈઓએ આકર્ષક વળતરની લાલચ આપીને લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી છેતરપિંડી આચરી છે.આરોપીઓએ રોકાણકારોને શેરબજારમાં રોકાણના નામે ફસાવી 7 લોકો પાસેથી કુલ 1.11 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા. જેમાંથી માત્ર 17.60 લાખ રૂપિયા પરત ચૂકવી બાકીના 1.03 કરોડની છેતરપિંડી આચરી છે. ખાસ વાત એ છે કે આરોપીઓ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને બદલે રોકડમાં જ રૂપિયા લેતા હતા અને તેમણે આ સ્કીમ માટે આશરે 100 જેટલા એજન્ટો પણ બનાવ્યા હોવાની ચર્ચાઓ છે. ઠગાઈનો આંકડો ઘણો મોટો હોવાની શક્યતા સેવાઈ રહી છે. આ મામલે ભાવનગરના એસપીએ ભોગ બનનારા તમામ લોકોને સામે આવીને પોલીસ ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે.

