Bhavnagar : ગરીબોની કસ્તુરી ડુંગળીના ભાવો ફરી તળિયે પહોંચ્યા
મહુવા APMCમાં ડુંગળીના ભાવ પ્રતિ કિલો માત્ર 1 રૂપિયે પહોંચી જતાં ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ છે. મળી રહેલી માહિતી અનુસાર, બજારમાં 1 લાખ 75 હજાર ગુણી ડુંગળીની વિશાળ આવક નોંધાઈ છે. આ ભાવ ઘટાડાએ ખેડૂતોની આર્થિક સ્થિતિને ગંભીર રીતે અસર કરી છે, જેના કારણે ઘણા ખેડૂતોએ નિરાશામાં ઉભા પાકનો નાશ કર્યો છે.
Advertisement
Onion Prices : મહુવા APMCમાં ડુંગળીના ભાવ પ્રતિ કિલો માત્ર 1 રૂપિયે પહોંચી જતાં ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ છે. મળી રહેલી માહિતી અનુસાર, બજારમાં 1 લાખ 75 હજાર ગુણી ડુંગળીની વિશાળ આવક નોંધાઈ છે. આ ભાવ ઘટાડાએ ખેડૂતોની આર્થિક સ્થિતિને ગંભીર રીતે અસર કરી છે, જેના કારણે ઘણા ખેડૂતોએ નિરાશામાં ઉભા પાકનો નાશ કર્યો છે. ગરીબ ખેડૂતોની ‘કસ્તૂરી’ ગણાતી ડુંગળીના ભાવ આટલા નીચે જવાથી ખેડૂતોની સરકાર પાસે ભાવ વધારવાની આશાઓ પર પાણી ફરી વળ્યું છે, જેના કારણે તેઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.
Advertisement