Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Bhavnath Mela Girnar ropeway: રોપ-વે માંથી જુઓ ભવનાથ મેળાનો નજારો! તળેટીમાં શિવભક્તોનું ઘોડાપૂર!

Junagadh Mahashivratri Mela 2026: ગિરનારની ગોદમાં યોજાતો વિશ્વપ્રસિદ્ધ ભવનાથનો મહાશિવરાત્રી મેળો (Bhavnath MahaShivratri Mela) હવે તેના અંતિમ અને સૌથી મહત્વના ચરણમાં પહોંચી ગયો છે. આજે મેળાના પાંચમા દિવસે ભવનાથ (Bhavnath) તળેટીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન અને સાધુ-સંતોના આશીર્વાદ લેવા પહોંચી રહ્યા છે
Advertisement
  • ગુજરાત ફર્સ્ટ (Gujarat first) નો ગિરનાર (Girnar) ની ઊંચાઈએથી 'ગ્રાઉન્ડ ઝીરો' રિપોર્ટ
  • ગિરનાર રોપવે (Girnar Ropeway) માંથી જુઓ ભવનાથ તળેટીની ભવ્યતા
  • રોપવેમાં સવાર પ્રવાસીઓ સાથે ખાસ સંવાદ
  • પૂણેના પ્રવાસીઓએ પણ કર્યા મેળાની વ્યવસ્થાના વખાણ

Junagadh Mahashivratri Mela 2026: ગિરનારની ગોદમાં યોજાતો વિશ્વપ્રસિદ્ધ ભવનાથનો મહાશિવરાત્રી મેળો (Bhavnath MahaShivratri Mela) હવે તેના અંતિમ અને સૌથી મહત્વના ચરણમાં પહોંચી ગયો છે. આજે મેળાના પાંચમા દિવસે ભવનાથ (Bhavnath) તળેટીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન અને સાધુ-સંતોના આશીર્વાદ લેવા પહોંચી રહ્યા છે ત્યારે સમગ્ર જૂનાગઢ 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યું છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ગુજરાત ફર્સ્ટ Studio On Wheels દ્વારા 'શિવમહોત્સવ'નું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભવનાથ તળેટીથી અંબાજી મંદિર સુધીની સફરને આસાન બનાવતી ગિરનાર રોપવે સુવિધા અત્યારે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની  ટીમે રોપવેમાં બેસીને હવામાંથી મેળાનું 'ગ્રાઉન્ડ ઝીરો' રિપોર્ટિંગ કર્યું હતું. આ રિપોર્ટિંગ દરમિયાન મેળાનો વિહંગમ નજારો અને શ્રદ્ધાળુઓનો અદભૂત ઉત્સાહ કેમેરામાં કેદ થયો હતો. રોપવેના કારણે હવે માત્ર 10થી 15 મિનિટમાં જ મા અંબાના દ્વાર સુધી પહોંચી શકાય છે, જેનો લાભ હજારો પ્રવાસીઓ લઈ રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement

.

×