Ahmedabad માં તાંત્રિક વિધિના નામે ઠગાઈ કરનાર ભુવાની કરી ધરપકડ
Crime News: અમદાવાદના સેટેલાઇટમાં તાંત્રિક વિધિના નામે ઠગાઇ કરનાર ભુવાની પોલીસે ધરપકડ કરી છે. ફરિયાદી મહિલા પાસે નાગદોષની વિધિ કરવાના બહાને સોના ચાંદીના દાગીના લઇને ઠગ ભુવો ફરાર થઈ ગયો હતો. આ મામલે સેટેલાઇટ પોલીસે આરોપીની ધરપકડ કરીને ચાંદીના દાગીના કબ્જે કર્યા છે. આરોપી નેનુનાથ ઉર્ફે ભરત પંડિતની સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં 10 માર્ચના રોજ રોશનભાઈ ધોબી નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે ભરત પંડિત નામના આરોપીએ નાગદોષની વિધિ કરવાના નામે તથા રાજસ્થાન ખાતેની જમીન અને જૂના દાગીના પાછા મેળવવાની વિધિ કરી આપવાનું કહીને છેતરપીંડી કરી હતી. આરોપી ભરત પંડિત વિધિના નામે ગુનાહીત કાવતરું રચી રૂપિયા 3 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના પડાવીને ફરાર થઇ ગયો હતો. સેટેલાઇટ પોલીસે બાતમીના આધારે આરોપી નેનુનાથ ઉર્ફ ભરત પંડિતને બનાસકાંઠાથી ધરપકડ કરી છે. જૂઓ અહેવાલ....