પાકિસ્તાનને મોટો ઝટકો,આ ફાસ્ટ બોલર ઈજાના કારણે બહાર
T20 એશિયા કપ (Asia Cup 2022) સુપર-4ની મોટી મેચ પહેલા પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. ભારત અને પાકિસ્તાન (INDIA vs PAKISTAN) વચ્ચેની મેચ રવિવાર, 4 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં યોજાવાની છે. ફાસ્ટ બોલર શાહનવાઝ દહાની (Shahnawaz Dahani) ઇજાના કારણે આ મેચમાં નહીં રમી શકે. દહાનીને સાઈડ સ્ટ્રેનની સમસ્યા છે. આગામી 48થી 72 કલાકમાં તેમની આગામી મેચમાં રમવા અંગે નિર્ણય લેવામાં આવશે. આ પહેલા ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી અને મોહમ્મદ વસીà
02:27 PM Sep 03, 2022 IST
|
Vipul Pandya
T20 એશિયા કપ (Asia Cup 2022) સુપર-4ની મોટી મેચ પહેલા પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. ભારત અને પાકિસ્તાન (INDIA vs PAKISTAN) વચ્ચેની મેચ રવિવાર, 4 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં યોજાવાની છે. ફાસ્ટ બોલર શાહનવાઝ દહાની (Shahnawaz Dahani) ઇજાના કારણે આ મેચમાં નહીં રમી શકે. દહાનીને સાઈડ સ્ટ્રેનની સમસ્યા છે. આગામી 48થી 72 કલાકમાં તેમની આગામી મેચમાં રમવા અંગે નિર્ણય લેવામાં આવશે. આ પહેલા ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી અને મોહમ્મદ વસીમ ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયા છે. દહાનીની જગ્યાએ હસન અલીને ભારત સામે તક મળી શકે છે. ગ્રુપ રાઉન્ડની મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું.
પાકિસ્તાન બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર શાહનવાઝ દહાની એશિયા કપની સુપર-4 મેચમાં ભારત સામેની સાઈડ સ્ટ્રેઈનને કારણે રમી શકશે નહીં. હોંગકોંગ સામે બોલિંગ કરતી વખતે તેને આ ઈજા થઈ હતી. મેડિકલ ટીમ આગામી 48થી 72 કલાક સુધી તેમની દેખરેખ રાખશે. આ પછી ટૂર્નામેન્ટમાં તેમની ઉપલબ્ધતા અંગે નિર્ણય લેવામાં આવશે.
Next Article