ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપ બાદ હવે T20 વર્લ્ડ કપમાંથી પણ જાડેજા બહાર
ટીમ ઈન્ડિયા હાલમાં શાનદાર ફોર્મમાં દેખાઈ રહી છે. પરંતુ હવે ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત પહેલા જ ભારતને મોટો આંચકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હોવાના અહેવાલ છે. PTIના ટ્વિટર હેન્ડલ પર જાડેજાની ઈજાની ગંભીરતાનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છ
Advertisement
ટીમ ઈન્ડિયા હાલમાં શાનદાર ફોર્મમાં દેખાઈ રહી છે. પરંતુ હવે ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત પહેલા જ ભારતને મોટો આંચકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હોવાના અહેવાલ છે. PTIના ટ્વિટર હેન્ડલ પર જાડેજાની ઈજાની ગંભીરતાનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે, તે T20 વર્લ્ડ કપમાં રમી શકશે નહીં.
ટીમ ઈન્ડિયામાં ફિલ્ડિંગ હોય કે પછી બોલિંગ કે પછી બેટિંગ તમામ ડિપાર્ટમેન્ટમાં જાડેજાનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે. ટીમ ઈન્ડિયા માટે રવિન્દ્ર જાડેજા ખૂબ જ મહત્વનું ખેલાડી છે. તેણે પાકિસ્તાન સામે એશિયા કપ 2022ની મહત્વપૂર્ણ મેચમાં આ સાબિત કર્યું છે. તે મેચમાં તેણે 35 રનની ઈનિંગને કારણે ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પછી હોંગકોંગ સામે પણ તેણે પોતાની બોલિંગ અને ફિલ્ડિંગથી મેચમાં પ્રભાવ પાડ્યો હતો. પરંતુ તે જ સમયે તેને તેના ઘૂંટણમાં ઈજા થઈ હતી. મહત્વનું છે કે, શુક્રવારે, BCCIએ એક મીડિયા એડવાઈઝરી જારી કરીને ટીમના સ્ટાર ઓલરાઉન્ડરની ઈજા અંગે માહિતી આપી હતી. ભારતીય બોર્ડે કહ્યું હતું કે, જાડેજા જમણા ઘૂંટણમાં ઈજાને કારણે એશિયા કપમાં આગળ રમી શકશે નહીં. ત્યાં સુધી તેની ઈજાની ગંભીરતા સંપૂર્ણ રીતે જાણી શકાઇ ન હોતી. પરંતુ એક દિવસ પછી જાડેજાના ઘૂંટણની સર્જરીના સમાચાર પણ આવ્યા છે.
રવિન્દ્ર જાડેજા આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારી T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ શકશે નહીં. ભારત માટે આ એક મોટો આંચકો છે જેમાંથી બહાર આવવું તેના માટે આસાન નહીં હોય. તેની પાસે T20 વર્લ્ડ કપ રમવાનો જબરદસ્ત અનુભવ છે. તેણે આ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં 2009થી અત્યાર સુધીમાં 22 મેચ રમીને 21 વિકેટ લીધી છે અને તેની બોલિંગ એવરેજ પણ 25.19ની શાનદાર છે. BCCI (ક્રિકેટ બોર્ડ ઓફ ઈન્ડિયા)ના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે PTIને જણાવ્યું કે, આ સમયે, રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીની મેડિકલ ટીમના મૂલ્યાંકન પર, આંતરરાષ્ટ્રીય સ્તરે તેની વાપસી માટે કોઈ સમય મર્યાદા નથી. હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે, આ 'એન્ટેરિયર ક્રુસિએટ લિગામેન્ટ (ACL)'નો કેસ છે કે જેમાંથી સાજા થવામાં છ મહિનાથી વધુ સમય લાગી શકે છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરના સમયમાં રવિન્દ્ર જાડેજા બેટ અને બોલ સાથે મેચના નિર્ણયને પ્રભાવિત કરી રહ્યો છે. એશિયા કપ 2022માં કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની જીતનો તે મોટો હીરો હતો. આ રોમાંચક મેચમાં તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ચોથા નંબર પર આવ્યો હતો અને તેણે 29 બોલમાં 35 રન બનાવ્યા હતા અને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વળી, બોલર તરીકે વિકેટ લેવા ઉપરાંત, તેની ઇકોનોમિક બોલિંગ ટીમ માટે એક મોટો પ્લસ પોઈન્ટ છે. આવી સ્થિતિમાં આ ઓલરાઉન્ડરનું સ્થાન લેવું અન્ય કોઈ ખેલાડી માટે આસાન નહીં હોય.
Advertisement


