ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

યોગી સરકારનો મોટો આદેશ, સાંજે 7થી સવારે 6 સુધી મહિલાઓને કામ પર બોલાવી શકાશે નહી

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે નોકરી કરતી મહિલાઓ માટે મોટો આદેશ જાહેર કર્યો છે. યોગી સરકારે મહિલા કર્મચારીઓ માટે આદેશ જારી કરતા કહ્યું કે કોઈ પણ મહિલા કર્મચારી સાંજે 7 વાગ્યા પછી અને સવારે 6 વાગ્યા પહેલા ઓફિસમાં નહીં હોય. આ આદેશમાં યોગી સરકારે એમ પણ કહ્યું છે કે જો કોઈ મહિલા કર્મચારીને ખાસ સંજોગોમાં રોકવામાં આવે છે તો તેના માટે લેખિત પરવાનગી લેવી પડશે. આ સિવાય મહિલાઓને કંપન
02:38 PM May 28, 2022 IST | Vipul Pandya
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે નોકરી કરતી મહિલાઓ માટે મોટો આદેશ જાહેર કર્યો છે. યોગી સરકારે મહિલા કર્મચારીઓ માટે આદેશ જારી કરતા કહ્યું કે કોઈ પણ મહિલા કર્મચારી સાંજે 7 વાગ્યા પછી અને સવારે 6 વાગ્યા પહેલા ઓફિસમાં નહીં હોય. આ આદેશમાં યોગી સરકારે એમ પણ કહ્યું છે કે જો કોઈ મહિલા કર્મચારીને ખાસ સંજોગોમાં રોકવામાં આવે છે તો તેના માટે લેખિત પરવાનગી લેવી પડશે. આ સિવાય મહિલાઓને કંપન
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે નોકરી કરતી મહિલાઓ માટે મોટો આદેશ જાહેર કર્યો છે. યોગી સરકારે મહિલા કર્મચારીઓ માટે આદેશ જારી કરતા કહ્યું કે કોઈ પણ મહિલા કર્મચારી સાંજે 7 વાગ્યા પછી અને સવારે 6 વાગ્યા પહેલા ઓફિસમાં નહીં હોય. આ આદેશમાં યોગી સરકારે એમ પણ કહ્યું છે કે જો કોઈ મહિલા કર્મચારીને ખાસ સંજોગોમાં રોકવામાં આવે છે તો તેના માટે લેખિત પરવાનગી લેવી પડશે. આ સિવાય મહિલાઓને કંપની તરફથી ફ્રીમાં વાહનો આપવાના રહેશે. જે કંપનીઓમાં મહિલાઓ કામ કરી રહી છે, તે કંપનીઓએ પણ મહિલાઓ માટે વધારાની વ્યવસ્થા કરવી પડશે.
યોગી સરકારના આ નિર્ણય બાદ હવે ઉત્તર પ્રદેશમાં કોઈ પણ મહિલાને નાઈટ શિફ્ટમાં કામ કરવા માટે બોલાવી શકાશે નહીં અને ન તો તેણે મોડી રાત સુધી ડ્યુટી કરવી પડશે. યુપીની યોગી સરકારે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. સીએમ યોગીએ જારી કરેલા આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આ નિર્ણય સરકારી સંસ્થાઓથી લઈને ખાનગી સંસ્થાઓ સુધી દરેક પર સમાન રીતે લાગુ કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશમાં મહિલાઓની સુરક્ષાના હિતોને ધ્યાનમાં રાખીને યોગી સરકારે પોતાના આદેશમાં કહ્યું કે, હવે કોઈ પણ મહિલા કર્મચારી સાંજે 7 વાગ્યા પછી અને સવારે 6 વાગ્યા પહેલા ઓફિસમાં કામ કરવા માટે નહીં પહોંચે. જો કોઈ મહિલા કર્મચારીને કોઈ ખાસ સંજોગોમાં રોકવાની હોય તો સંસ્થાએ સૌપ્રથમ લેખિતમાં પરવાનગી લેવી પડશે, ત્યારબાદ તે મહિલાને મફત વાહન આપવામાં આવશે. જો કોઈ સરકારી કે ખાનગી સંસ્થા યુપી સરકારની આ ગાઈડલાઈનનું પાલન કરતી નથી, તો સરકાર તેની સામે કાર્યવાહી કરશે. જો કોઈ સંસ્થા મહિલા કર્મચારીને સાંજે 7 વાગ્યા પછી રોકે છે અથવા સવારે 6 વાગ્યા પહેલા ફોન કરે છે અને મહિલા કર્મચારી આમ કરવાનો ઇનકાર કરે છે, તો સંસ્થા તેને કાઢી શકશે નહીં
મીડિયા સાથે વાત કરતા ઉત્તર પ્રદેશના અધિક મુખ્ય સચિવ (શ્રમ) સુરેશ ચંદ્રાએ કહ્યું કે મહિલા કર્મચારીની લેખિત સંમતિ પછી જ તેને સાંજે 7 વાગ્યા પછી અથવા સવારે 6 વાગ્યા પહેલા ઓફિસ બોલાવી શકાશે. સરકારની આ માર્ગદર્શિકા પછી પણ કામ કરવું કે નહીં તે કંપનીની જરૂરિયાત પર નહીં પણ મહિલા કર્મચારી પર નિર્ભર રહેશે. લેખિતમાં નાઇટ શિફ્ટની મંજૂરી આપતી મહિલાઓ માટે કંપનીએ બંને બાજુથી વાહન પૂરું પાડવાનું રહેશે એટલે કે પિક એન્ડ ડ્રોપ બંને કંપનીઓને મફતમાં આપવાનું રહેશે. જો કોઈ મહિલા કર્મચારી નાઈટ શિફ્ટ કરવા માંગતી નથી અને તેને બળજબરીથી બોલાવવામાં આવી રહી છે તો સરકાર કંપની સામે કાર્યવાહી કરશે.
Tags :
BigOrdergovernmentGujaratFirstNightDutyUttarPradeshwomenYogiAadityanath
Next Article