ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હાર્દિક મુદ્દે અર્જુન મોઢવાડિયાનું મહત્વનું નિવેદન, કોઇ વારંવાર લક્ષ્મણ રેખા ઓળંગે તો....

એક તરફ એવા સમાચાર આવે છે કે ઉદયપુરમાં ચાલતી કોંગ્રેસની ચિંતન શિબિરમાં ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણી માટેનો માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે. જેના આધારે કોંગ્રેસ ભાજપ સામે મેદાનમાં ઉતરશે. તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસમાં અત્યારે વિખવાદ ચાલી રહ્યા છે. અત્યારે સૌથી ચર્ચાસ્પદ નામ હાર્દિક પટેલનું છે. અત્યાર સુધી અટકળો ચાલતી હતી કે હાર્દિક કોંગ્રેસથી નારાજ છે. જો કે હવે તો તેમણે પોતà
01:55 PM May 16, 2022 IST | Vipul Pandya
એક તરફ એવા સમાચાર આવે છે કે ઉદયપુરમાં ચાલતી કોંગ્રેસની ચિંતન શિબિરમાં ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણી માટેનો માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે. જેના આધારે કોંગ્રેસ ભાજપ સામે મેદાનમાં ઉતરશે. તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસમાં અત્યારે વિખવાદ ચાલી રહ્યા છે. અત્યારે સૌથી ચર્ચાસ્પદ નામ હાર્દિક પટેલનું છે. અત્યાર સુધી અટકળો ચાલતી હતી કે હાર્દિક કોંગ્રેસથી નારાજ છે. જો કે હવે તો તેમણે પોતà
એક તરફ એવા સમાચાર આવે છે કે ઉદયપુરમાં ચાલતી કોંગ્રેસની ચિંતન શિબિરમાં ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણી માટેનો માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે. જેના આધારે કોંગ્રેસ ભાજપ સામે મેદાનમાં ઉતરશે. તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસમાં અત્યારે વિખવાદ ચાલી રહ્યા છે. અત્યારે સૌથી ચર્ચાસ્પદ નામ હાર્દિક પટેલનું છે. અત્યાર સુધી અટકળો ચાલતી હતી કે હાર્દિક કોંગ્રેસથી નારાજ છે. જો કે હવે તો તેમણે પોતે આ અંગં સ્વીકાર્યુ છે. આવી સ્થિતિમાં હવે ગુજરાત કોંગ્રેસના અન્ય નેતાઓની આ અંગે પ્રતિક્રિયા સામે આવી છે.
કોંગ્રેસ માટે વારંવાર મીડિયામાં નિવેદન કરી નુકશાન પહોંચાડનારા કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પર કોંગ્રેસના નેતાઓનો ગુસ્સો બહાર આવી રહ્યો છે. ચિંતન શિબિરમાં પરત ફરેલા ગુજરાત કોંગ્રેસના બે પૂર્વ પ્રમુખે હાર્દિક પટેલ અંગે તીખી પ્રતિક્રિયા આપી છે. અર્જુન મોઢવાડિયાએ હાર્દિક લક્ષ્મણ રેખા ઓળંગતા હોવાની અને ભરતસિંહ સોલંકીએ હાર્દિક બધા કરતા મોટો નેતા બની ગયો હોવાનો કટાક્ષ કર્યો હતો.
અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું?
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ આ વિશે વાત કરતા લક્ષ્મણ રેખા યાદ અપાવી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પક્ષમાં કોઇને રેલી કરવાની, કાર્યક્રમ કરવાની, પ્રેસ કોન્ફરન્સ કરવાની અને આગળ આવી જવાબદારી લવાની કોઇ ના પાડતું નથી. માટે તમામ લોકોએ લક્ષ્મણ રેખામાં રહેવું જોઇએ. કોઇ વારંવાર લક્ષ્મણ રેખા ઓળંગે તેનો અર્થ એ થાય છે કે તેમને કામ કરવું નથી. હાર્દિકને જે જવાબદારી મળી છે તે નિભાવવી જોઇએ અને લાખો કાર્યકર્તાઓની અપેક્ષા પૂરી કરવી જોઇએ. તેના બદલે કોઇ વારંવાર પાર્ટીને કે કાર્યકર્તાઓને જવાબદાર ઠેરવે તે વાત ક્યારેય સ્વીકારી ના શકાય. 
તેમણે આગળ કહ્યું કે કોંગ્રેસ પક્ષ દરેકને સુધારવાનો મોકો આપે છે, પણ લક્ષ્મણ રેખામા ના રહે તો પક્ષ કાર્યવાહી કરે છે. કોંગ્રેસ કામ કરવા કે આગેવાની કરવા માટે કોઈ રોક્તું નથી. જો કોઈએ બહાર જવું હોય તો તેમણે નિર્ણય કરવો જોઈએ. તેમણે આગળ કહ્યું કે હોદ્દો મળ્યા બાદ વારંવાર સન્માન મળે તે જરૂરી નથી.
તો આ તરફ ભરતસિંહ સોલંકીને જ્યારે આ વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે હાર્દિક પટેલ અંગે મારા કરતા હાર્દિકને પૂછો તે જ યોગ્ય રહેશે. અમારી પાર્ટી સક્ષમ છે અને જ્યારે જે નિર્ણય લેવા પડે તે સમય પ્રમાણે નિર્ણય લેવાશે. કોંગ્રેસના બંધારણ પ્રમાણે નેતૃત્વ નિર્ણય કરશે.
Tags :
ArjunModhwadiaBharatsinhSolankiGujaratFirstHardikPatelઅર્જુનમોઢવાડિયાગુજરાતકોંગ્રેસભરતસિંહસોલંકીહાર્દિકપટેલ
Next Article