ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બિહાર બોર્ડ BSEB 12નું પરિણામ જાહેર, આ રીતે ચેક કરો તમારું રિઝલ્ટ

બિહાર સ્કૂલ એક્ઝામિનેશન બોર્ડ (BSEB) એ બુધવારે બિહાર બોર્ડ 12માનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડે તેની સત્તાવાર વેબસાઇટ પર ઇન્ટરનું પરિણામ જાહેર કર્યું છે. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેઓ biharboardonline.bihar.gov.in વેબસાઈટ પર તેમનું પરિણામ જોઈ શકે છે. બિહાર બોર્ડના પરિણામો રાજ્યના શિક્ષણ મંત્રી વિજય કુમાર ચૌધરીએ જાહેર કર્યા હતા.  ગત વર્ષની જેમ આ વખતે પણ પરિણામ સમયે ભારે ટ્રાફિકને કા
10:14 AM Mar 16, 2022 IST | Vipul Pandya
બિહાર સ્કૂલ એક્ઝામિનેશન બોર્ડ (BSEB) એ બુધવારે બિહાર બોર્ડ 12માનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડે તેની સત્તાવાર વેબસાઇટ પર ઇન્ટરનું પરિણામ જાહેર કર્યું છે. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેઓ biharboardonline.bihar.gov.in વેબસાઈટ પર તેમનું પરિણામ જોઈ શકે છે. બિહાર બોર્ડના પરિણામો રાજ્યના શિક્ષણ મંત્રી વિજય કુમાર ચૌધરીએ જાહેર કર્યા હતા.  ગત વર્ષની જેમ આ વખતે પણ પરિણામ સમયે ભારે ટ્રાફિકને કા

બિહાર સ્કૂલ એક્ઝામિનેશન બોર્ડ (BSEB) એ બુધવારે બિહાર બોર્ડ 12માનું પરિણામ
જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડે તેની સત્તાવાર વેબસાઇટ પર ઇન્ટરનું પરિણામ જાહેર
કર્યું છે. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેઓ
biharboardonline.bihar.gov.in વેબસાઈટ પર
તેમનું પરિણામ જોઈ શકે છે. બિહાર બોર્ડના પરિણામો રાજ્યના શિક્ષણ મંત્રી વિજય
કુમાર ચૌધરીએ જાહેર કર્યા હતા.
 ગત વર્ષની જેમ આ
વખતે પણ પરિણામ સમયે ભારે ટ્રાફિકને કારણે ઓફિશિયલ વેબસાઈટ ડાઉન થઈ ગઈ છે.

બિહાર બોર્ડના 12માના પરિણામમાં કુલ 80.15 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. 82.39 ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે, જ્યારે 78.04 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ ઉપરાંત કોમર્સમાં 90.38 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. સાયન્સમાં 79.85 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. 79. 53 ટકા બાળકો આર્ટ્સમાં પાસ થયા છે.

બોર્ડે આર્ટસ, સાયન્સ અને કોમર્સ સ્ટ્રીમનું પરિણામ જાહેર કર્યું છે. તેમની પરીક્ષા 1 થી 14 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવી હતી. 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન પ્રેક્ટિકલ પરીક્ષાઓ લેવામાં આવી હતી. બિહાર બોર્ડની 12મી પરીક્ષા માટે 13.5 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. અગાઉ 3 માર્ચે બોર્ડે આન્સર કી જાહેર કરી હતી.

Tags :
BiharBoardBSEB12ResultBiharBoardResultBiharBoardWebsiteCrashGujaratFirstHere'sHowToCheckYourResult
Next Article